દુઃખદ : ટીવી એક્ટર સિદ્ધાંત સૂર્યવંશીનું હાર્ટ એટેકથી મોત

ટીવી જગત માટે આજે ફરી દુઃખદ દિવસ રહ્યો છે. ટીવી અભિનેતા સિદ્ધાંત ચૂર્યવંશીનું હાર્ટ એટેકના પગલે નિધન થયું છે. સિદ્ધાંત સૂર્યવંશીએ અચાનક દુનિયાને અલવિદા કહી દીધા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો ચોંકી ગયા છે. સિદ્ધાંત ટીવીનો લોકપ્રિય અભિનેતા રહી ચૂક્યો છે. હાલમાં તે ‘દંગલ ચેનલ’ના શો ‘કંટ્રોલ રૂમ’માં જોવા મળ્યો હતો. અભિનેતાએ ઘણા હિટ શોમાં કામ કર્યું હતું. સિદ્ધાંત ‘કુસુમ’, ‘રિશ્તો મેં કટ્ટી બટ્ટી’, ‘મમતા’, ‘ઝિદ્દી દિલ’ જેવા ઘણા શોમાં જોવા મળ્યો હતો. સિદ્ધાંત ‘સુફિયાના ઇશ્ક મેરા’ જેવા શોનો ભાગ રહી ચૂક્યો છે.

અભિનેતાનું અંગત જીવન

અંગત જીવનની વાત કરીએ તો સિદ્ધાંતના પરિવારમાં તેના બે બાળકો અને પત્ની અલીશા રાઉત છે. તેમણે બે વાર લગ્ન કર્યા હતા, તેમની પ્રથમ પત્નીથી છૂટાછેડા પછી સિદ્ધાંતે સુપર મોડલ અલીશા સાથે લગ્ન કર્યા. તાજેતરમાં અભિનેતાએ તેનું નામ આનંદ વીર સૂર્યવંશીથી બદલીને સિદ્ધાંત સૂર્યવંશી રાખ્યું છે. અભિનેતાના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

નાના પડદાના સ્ટાર્સે અકાળે દુનિયાને અલવિદા કહી દીધું

તાજેતરમાં જ ટીવીના સુપરહિટ શો ‘ભાબી જી ઘર પર હૈં’ ફેમ ‘મલખાન’ ઉર્ફે અભિનેતા દિપેશ ભાનનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પણ જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકને કારણે અકાળે દુનિયાને અલવિદા કહી દીધી હતી.