રાજ્યસભાની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેચતાં ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જેમાં બાબુ દેસાઇ, કેસરીદેવસિંહ ઝાલા, એસ.જયશંકર રાજ્યસભાના સાસંદ બન્યા છે. તથા આગામી દિવસોમાં એટલે કે 20 જુલાઈએ આ તમામ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી પડી હતી. જેના માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી. પરંતુ આ વખતે કોંગ્રેસને વિધાનસભામાં પુરતી સિટો ન મળવાથી રાજ્યસભાની ચૂંટણી નિયમ અનુસાર ન લડી શકતાં આવખતે કોંગ્રેસ મેદાનમાં ન હતી. જ્યારે અપક્ષ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ છેલ્લી ઘડીએ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચતાં ભાજપના ત્રણે ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેઓ 20 જુલાઈએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે.
રાજ્યસભા ચૂંટણી – 2023માં બિનહરીફ ચૂંટાવવા બદલ ભારતીય જનતા પાર્ટીના વિજયી ઉમેદવારો શ્રી @DrSJaishankar જી, શ્રી બાબુભાઈ દેસાઈજી અને શ્રી કેસરીદેવસિંહ ઝાલાજી ને હૃદયપૂર્વક શુભકામનાઓ.
રાજ્યસભાના સાંસદ તરીકે આપનો કાર્યકાળ સફળ રહે એજ અભ્યર્થના.
— Harsh Sanghavi (@sanghaviharsh) July 17, 2023
જાણો કોણ છે કેસરીસિંહ ઝાલા?
કેસરીસિંહ વર્તમાન સમયમાં ભાજપ સાથે જોડાયેલા છે. વાંકાનેરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કાર્યરત રહેલા છે.તેમજ કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ હાલ મંબઈમાં રહે છે. કેસરીસિંહના દીકરાના લગ્નમાં મોદીએ હાજરી પણ આપી હતી. તેમજ કેસરીસિંહ વડોદરા સ્ટેટના મહારાણી રાધિકા રાજેના ભાઈ પણ થાય છે.
જાણો બાબુભાઇ દેસાઈ કોણ છે?
બાબુભાઇ દેસાઈ ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ ઊંઝાના રહેવાસી છે. તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહ્યા છે. અને તેમની પોતાની એક લોકપ્રિયતા છે. જેના કારણે તેમને કમિટેડ કાર્યકર્તા માનવામાં આવે છે. આ સાથે બાબુભાઈ દેસાઈની બિલ્ડર લોબીમાં પણ આગવી ઓળખ છે આ ઉપરાંત આ સમૃદ્ધ નેતાએ 2022 વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડવાની તૈયારી દર્શાવી હતી પરંતુ કોઈ કારણોસર તેમને ટિકિટ અપાઈ નહોતી ત્યારે ભાજપે તેમને રાજ્યસભા ની ચૂંટણી મેદાનમાં ઉતારી તેમની વર્ષો જૂની માંગ સંતોષી હોવાનું સૂત્રો ચરચી રહ્યા છે.