રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીપીપી અધ્યક્ષે પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે.

મંગળવારે રાત્રે ખડગેના ઘરે આયોજિત બેઠક વિશે માહિતી આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધીને ગૃહમાં વિપક્ષના નેતા બનાવવા પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પ્રોટેમ સ્પીકરને સભામાં વિપક્ષના નેતા બનાવવા માટે પત્ર પણ લખવામાં આવ્યો છે.