શુક્રવારથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે એ માટે મોરબીથી ન્યાયયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં અવશે. જે 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ થશે. બીજી તરફ રાજ્ય સરકારની તિરંગાયાત્રાની શરૂઆત રાજકોટથી કરવામાં આવશે.
ગુજરાત ન્યાય યાત્રા
ન્યાય નો હક્ક મળવા સુધી
મોરબી થી ગાંધીનગર
તારીખ – 9-8-24, સમય – સવારે 8.30 વાગે
સ્થળ – દરબાર ગઢ, મોરબી થી#GujaratNyayYatra pic.twitter.com/KwUS0iJSvo— Gujarat Congress (@INCGujarat) August 8, 2024
આ તિરંગાયાત્રામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. રેસકોર્સના બહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ કરી જ્યુબેલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાં સુધી દોઢ કિલોમીટરની આ યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
अगस्त क्रांति दिवस 9 अगस्त 2024 से आरंभ को रही गुजरात न्याय यात्रा का “रूट प्लान”!
यात्रा मोरबी से 9 अगस्त को प्रारंभ हो कर 23 अगस्त को गांधी नगर में समाप्त होगी।#GujaratNyayYatra pic.twitter.com/GUc5D9eDdN
— Lalji Desai (@LaljiDesaiG) August 8, 2024
જીગ્નેશ મેવાણીએ કરી અપીલ
ભાજપના ભ્રષ્ટાચારના કારણે રાજકોટ ગેમિંગ ઝોનમાં 12 બાળકો સહિત 27 નિર્દોષ લોકોના મોત થયા હતા. મોરબી, તક્ષશિલા, અમદાવાદમાં બનેલી ઘટનાઓમાં 240 ના મોત થયા છે. પીડિતોને ન્યાય અપાવવા માટે 9 અગસ્ટે સવારે 9 વાગ્યાથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ થશે. આવો સૌ સાથે મળીને યાત્રામાં જોડાઈએ.
ભાજપના ભ્રષ્ટાચારના કારણે રાજકોટ ગેમિંગ ઝોનમાં 12 બાળકો સહિત 27 નિર્દોષ લોકોના મોત થયા હતા. મોરબી, તક્ષશિલા, અમદાવાદમાં બનેલી ઘટનાઓમાં 240 ના મોત થયા છે.
પીડિતોને ન્યાય અપાવવા માટે 9 અગસ્ટે સવારે 9 વાગ્યાથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ થશે. આવો સૌ સાથે મળીને યાત્રામાં જોડાઈએ :… pic.twitter.com/wso7bDEsUe
— Gujarat Congress (@INCGujarat) August 8, 2024
મુખ્યમંત્રી રાજકોટથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે
આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત રાજકોટથી કરવામાં આવશે. આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી છે. તિરંગાયાત્રાની ઉજવણી અંગે વાત કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યનાં મુખ્ય 4 મહાનગરમાં તિરંગાયાત્રા યોજાશે. 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગાયાત્રા યોજાશે.