બાપ રે! પ્રિયંકા ચોપરાની આવી હાલત કેવી રીતે થઈ?

મુંબઈ: પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઓસ્ટ્રેલિયામાં છે અને તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. અભિનેત્રી તેની ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ પણ કરી રહી છે. તે તેના પતિ નિક જોનાસ સાથે પાછી ઓસ્ટ્રેલિયા આવી છે અને તેની સાથે થોડો સમય પસાર કરતી જોવા મળી રહી છે. જોકે, તે ફક્ત તેના પરિવાર માટે જ નહીં પરંતુ તેના શૂટમાં પણ 100 ટકા ધ્યાન આપે છે. તેણીની તાજેતરની પોસ્ટમાં પ્રિયંકાએ તેના પતિ અને પુત્રી સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે અને જેમાં શૂટિંગ દરમિયાની પણ કેટલીક તસવીર અને વીડિયો છે. વીડિયોમાં તેના પગની કેટલીક ઇજાઓ પણ દેખાય છે. અભિનેત્રીની આવી હાલત જોઈ ચાહકો આશ્ચર્ય પામ્યાં છે.

પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નિક જોનાસનો એક સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તે તેના પતિનો હાથ પકડતી જોવા મળે છે. બંને એક તળાવની સામે એકસાથે પોઝ આપી રહ્યા છે અને નિક તેની પત્નીને કમરથી પકડી રહ્યો છે.અન્ય ફોટોમાં તેની લાડલી દીકરી માલતી પણ જોવા મળે છે. આ પછી પ્રિયંકાનો એક વીડિયો જોવા મળે છે, જેમાં તે તેના પગમાં ઈજાઓ બતાવી રહી છે. અભિનેત્રીના પગ લોહી અને ઘાના નિશાન જોવા મળી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

ઓસ્ટ્રેલિયામાં પુત્રી અને નિક જોનાસ સાથે પ્રિયંકા

નિક જોનાસની શેર કરેલી તસવીરમાં તે તેની પુત્રી માલતીને ગળે લગાવતો જોઈ શકાય છે. જ્યારે અન્ય એક તસવીરમાં તેનો હાથ પકડીને ઓસ્ટ્રેલિયાના રસ્તાઓ પર ચાલી રહ્યો છે અને છેલ્લી તસવીરમાં પેટ્રોલ પમ્પ સાથે પિતા-પુત્રી પોઝ આપી રહ્યાં છે જેમાં પ્રિયંકાની માતા પણ છે.

‘ધ બ્લફ’ના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત

પ્રિયંકા હાલમાં ઓસ્ટ્રેલિયામાં તેની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ કરી રહી છે. શૂટિંગ દરમિયાન તેણીની પુત્રી માલતી પણ તેની સાથે હતી. પ્રિયંકા તેના ચાહકોને તેના કામ અને જીવન વિશે અપડેટ રાખવા માટે ઘણીવાર સેટ પરથી તસવીરો અને વીડિયો શેર કરે છે. આટલું જ નહીં,પીસી ઘણીવાર માલતી અને તેની હરકતોની ઝલક શેર કરે છે.