બ્રુનેઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ દારુસલામની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા. ભારતીય વડાપ્રધાન દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. જેમાં બ્રુનેઈ દારુસલામમાં ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લા દ્વારા વિશેષ સન્માનના ભાગરૂપે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું. બ્રુનેઈ પહોંચતા પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બ્રુનેઈમાં પીએમ મોદી દેશના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે.બ્રુનેઈમાં પીએમ મોદી રાજધાની બંદર શેરી બેગાવાનની હોટેલમાં રોકાયા છે. ત્યાં ભારતીય સમુદાયના લોકોએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી આ યાત્રાને ખૂબ ખાસ માને છે. કારણ કે આ યાત્રા એવા સમય થઈ છે કે જયારે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.