કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પીએમ મોદીએ પહેલું નિવેદન આપ્યું છે. પીએમએ કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે મારી શુભકામનાઓ. કર્ણાટક ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહી છે. વડાપ્રધાને કહ્યું કે કર્ણાટક ચૂંટણીમાં અમારું સમર્થન કરનારા તમામનો હું આભાર માનું છું. હું ભાજપના કાર્યકરોની મહેનતની કદર કરું છું. આગામી સમયમાં અમે કર્ણાટકની સેવા વધુ ઉત્સાહ સાથે કરીશું.
Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations.
— Narendra Modi (@narendramodi) May 13, 2023
કોંગ્રેસ પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે
ચૂંટણી પંચના તાજેતરના આંકડા અનુસાર કોંગ્રેસ 103 બેઠકો પર જીત મેળવી છે અને 33 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 50 બેઠકો જીતી છે અને 14 બેઠકો પર આગળ છે. કોંગ્રેસને અત્યાર સુધીમાં કુલ વોટ શેરના 43.11% મળ્યા છે. મતગણતરી ચાલી રહી છે.
PM Narendra Modi congratulates Congress Party for their victory in the #KarnatakaPolls
“My best wishes to them in fulfilling people’s aspirations,” tweets PM pic.twitter.com/a35nlt7qxU
— ANI (@ANI) May 13, 2023
બોમાઈ સરકારના ઘણા મંત્રીઓ હારી ગયા
કર્ણાટકમાં અત્યાર સુધીના વલણોમાં ભાજપને કારમી હાર મળી રહી છે. બસવરાજ બોમ્માઈની આગેવાની હેઠળની ભાજપ સરકારના ઘણા આઉટગોઇંગ મંત્રીઓ અને વિધાનસભાના સ્પીકર પણ ચૂંટણી હારી ગયા છે. વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી ઉપરાંત બી. શ્રીરામુલુ, કે સુધાકર, જે. સી. મધુસ્વામી, ગોવિંદ કરજોલ, એમ.ટી.બી. નાગરાજ અને કે.સી. નારાયણ ગૌડાને હારનો સામનો કરવો પડ્યો હતો.
Karnataka polls: CM Bommai, 11 ministers win; 11 face defeat
Read @ANI Story | https://t.co/zKpCr1e9Vn#KarnatakaElectionResults2023 #Bommai #Congress #BJP pic.twitter.com/kwRft8rpeW
— ANI Digital (@ani_digital) May 13, 2023
હારની જવાબદારી મુખ્યમંત્રીએ લીધી
ચૂંટણીમાં હારની જવાબદારી લેતા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું છે કે પીએમ મોદી અને કાર્યકર્તાઓની મહેનત પછી પણ ભાજપ કર્ણાટકમાં કોઈ છાપ છોડી શક્યું નથી. હું આ હારની જવાબદારી લઉં છું. બસવરાજ બોમાઈની સરકારના ઘણા મંત્રીઓ ચોક્કસપણે હારી ગયા છે, પરંતુ સીએમ શિગગાંવ મતવિસ્તારમાંથી કોંગ્રેસના તેમના નજીકના હરીફ યાસિર અહેમદ ખાન પઠાણને હરાવીને સતત ચોથી વખત જીત્યા છે.
“Will rebuild party and come back in parliamentary elections”: CM Bommai after trends show BJP trailing in Karnataka
Read @ANI Story | https://t.co/hz9HPJhoDk#BJP #Bommai #KarnatakaElectionResults2023 pic.twitter.com/4sVWBD2NXT
— ANI Digital (@ani_digital) May 13, 2023