વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે Google CEO સુંદર પિચાઈ સાથે વાત કરી. બંને વચ્ચે આ વાતચીત વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન થઈ હતી. Google CEO સાથેની બેઠક દરમિયાન PM મોદીએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વિસ્તારવા માટે Googleની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી. આ દરમિયાન પીએમ મોદીએ સુંદર પિચાઈ પાસેથી ગૂગલની ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં Chromebooks બનાવવા માટે HP સાથે Googleની ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે AI ટૂલ્સમાં ભારતીય ભાષાઓને સપોર્ટ કરવાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે તેમણે ટેક જાયન્ટ ગૂગલને સુશાસન માટે AI ટૂલ્સ પર કામ કરવાનું ચાલુ રાખવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
PM @narendramodi interacts with @Google CEO @sundarpichaihttps://t.co/PgKjVNQtKs
via NaMo App pic.twitter.com/DVbVaoyKU8
— PMO India (@PMOIndia) October 16, 2023
પીએમ મોદીએ આમંત્રણ આપ્યું હતું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગૂગલની યોજનાને આવકારી છે જેમાં કંપનીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખાતે વૈશ્વિક ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારત ડિસેમ્બર 2023માં AI સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. PM નરેન્દ્ર મોદીએ આ AI સમિટમાં હાજરી આપવા માટે Google CEO સુંદર પિચાઈને આમંત્રણ આપ્યું છે. બીજી તરફ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ GPay અને UPIની શક્તિ અને પહોંચનો લાભ લઈને ભારતમાં Googleની આગામી યોજનાઓ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી. તેમણે ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે ગૂગલ દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા નિર્ણયો અને ભવિષ્ય વિશે માહિતી આપી હતી. આ વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પિચાઈએ પીએમ મોદીની યુએસ મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી.