નવી દિલ્હી/બસ્તર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની દીવાળી છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં દેશના સુરક્ષા જવાનો સાથે ઉજવી છે. ઇતિહાસમાં આ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે બસ્તરમાં નક્સલવાદ સંપૂર્ણપણે નાબૂદ થયા બાદ દીવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. અગાઉ આ વિસ્તાર નક્સલવાદીઓ અને માઓવાદીઓની હિંસા તથા આતંકનો ગઢ ગણાતો હતો.
Diwali is sweeter with those who protect us! #Bastar #NaxalFreeIndia https://t.co/7Ywie7uTt4
— Narendra Modi (@narendramodi) November 8, 2026
બસ્તર જવા રવાના થતા પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ શેર કરતા વડાપ્રધાને લખ્યું હતું કે, “બસ્તર જઈ રહ્યો છું જ્યાં નક્સલવાદનો પ્રભાવ હતો અને હવે ત્યાં વિકાસ ખીલી રહ્યો છે. દેશના વીર સુરક્ષા જવાનોના બલિદાન, નિઃસ્વાર્થ સેવા અને અતૂટ સમર્પણને સલામ કરવા માટે હું જઈ રહ્યો છું.”
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા મજબૂત પગલાંઓ અને સુરક્ષા દળોના શૌચપૂર્ણ અભિયાનના પરિણામે આ વિસ્તારમાંથી દાયકાઓ જૂની નક્સલ સમસ્યાનો અંત આવ્યો છે. બસ્તરના સાતેય જિલ્લાઓમાં લગભગ ૨૦૦ જેટલા સુરક્ષા કેમ્પ સ્થાપિત કરીને કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળીનો તહેવાર સરહદ કે સંવેદનશીલ ક્ષેત્રોના જવાનો સાથે મનાવવાની પોતાની પરંપરાને જાળવી રાખી છે. બસ્તરના નક્સલમુક્ત બન્યા બાદ પીએમ મોદીની આ મુલાકાત સુરક્ષા જવાનોના મનોબળને વધુ મજબૂત કરનાર અને પ્રદેશમાં શાંતિ તથા વિકાસના નવા યુગની શરૂઆત દર્શનારી સાબિત થઈ રહી છે.






