PM મોદીએ બુધવારે સમગ્ર દેશમાં ભાજપનું સક્રિય સભ્યપદ અભિયાન શરૂ કર્યું. વડાપ્રધાન મોદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનના સંયોજક વિનોદ તાવડેની હાજરીમાં પાર્ટીના પ્રથમ સક્રિય સભ્ય બન્યા. આ સાથે તેમણે પાર્ટીનું સક્રિય સભ્યપદ અભિયાન પણ શરૂ કર્યું. વડાપ્રધાન મોદી પોતે ભાજપના પ્રથમ સક્રિય સભ્ય બનવાની તસવીરો શેર કરતા લખ્યું છે કે વિકસિત ભારત બનાવવાના અમારા પ્રયાસોને વેગ આપો. ભાજપના કાર્યકર તરીકે મને પ્રથમ સક્રિય સભ્ય બનવાનો ગર્વ છે અને આજે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જીની હાજરીમાં સક્રિય સભ્યપદ અભિયાનની શરૂઆત કરી રહ્યો છું.
सक्रिय सदस्यता अभियान के द्वारा सक्रिय कार्यकर्ता बनाने की अनूठी पहल! मुझे बहुत गर्व है कि आज पार्टी कार्यकर्ता के रूप में मैं @BJP4India का पहला सक्रिय सदस्य बना और इस अभियान की शुरुआत की।
सक्रिय सदस्यता अभियान से पार्टी के सभी कार्यकर्ताओं को देश के लिए काम करने की नई ऊर्जा… pic.twitter.com/wJYwC0BBHr
— Narendra Modi (@narendramodi) October 16, 2024
આ એક એવી ચળવળ છે જે અમારા પક્ષને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવશે અને રાષ્ટ્રીય પ્રગતિમાં અમારા પક્ષના કાર્યકર્તાઓનું અસરકારક યોગદાન સુનિશ્ચિત કરશે. સક્રિય સભ્યપદ સાથે સંબંધિત તથ્યો વિશે માહિતી આપતાં વડા પ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સક્રિય સભ્ય બનવા માટે એક કાર્યકરને એક બૂથ અથવા એક વિધાનસભા બેઠક પર 50 સભ્યોની નોંધણી કરવી પડે છે. આવા કાર્યકરો મંડળ સમિતિ અને તેનાથી ઉપરની ચૂંટણી લડવા માટે લાયક ગણાશે. તેમજ આગામી સમયમાં તેમને પાર્ટી માટે કામ કરવાની ઘણી તકો મળશે.