ભારતને તેવર બતાવવા ટ્રુડોને ભારે પડ્યા, સાંસદોએ માંગ્યું રાજીનામું

એક તરફ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો ભારત સાથે ગડબડ કરીને ભારે મુશ્કેલીમાં છે અને દરેક જગ્યાએ શરમનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે ભારત સાથેના વિવાદ વચ્ચે તેમની પાર્ટીએ પણ તેમની તરફ મોં ફેરવી લીધું છે જસ્ટિન ટ્રુડોએ તેમની જ પાર્ટીના સાંસદોએ અલ્ટીમેટમ આપ્યું છે. પોતાના નવ વર્ષના કાર્યકાળના સૌથી ગંભીર રાજકીય પડકારોનો સામનો કરી રહેલા ટ્રુડોને હવે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. બુધવારે બંધ બારણે બેઠક દરમિયાન લિબરલ પાર્ટીના નારાજ સભ્યોએ તેમની નિરાશા વ્યક્ત કરી હતી. રિપોર્ટ અનુસાર, 24 સાંસદોએ 28 ઓક્ટોબર સુધીમાં ટ્રુડોના રાજીનામાની માંગ કરતા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

ટ્રુડોની નજીકના લોકોએ શું કહ્યું?

તેમની પાર્ટીના સાંસદોએ ટ્રુડોના નેતૃત્વ પ્રત્યે અસંતોષ અને પાર્ટીના નબળા મતદાન પરિણામોને તેમની રાજીનામાની માંગ પાછળનું કારણ ગણાવ્યું હતું. જોકે, ત્રણ કલાકની આ બેઠક બાદ ટ્રુડો હસતાં હસતાં બહાર આવ્યા અને કહ્યું કે લિબરલ પાર્ટી મજબૂત અને એકજૂથ છે. તેમણે આગામી ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરવાના તેમના ઈરાદાને વધુ સમર્થન આપ્યું હતું. ટ્રુડોના નજીકના સાથી ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું, ત્યાં શું થઈ રહ્યું હતું… ખરેખર સાંસદોએ વડા પ્રધાનને સત્ય કહેતા હતા, પછી ભલેને તેમને તે સાંભળવું ગમતું હોય કે ન હોય.

શા માટે ટ્રુડોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે

જૂન અને સપ્ટેમ્બરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં લિબરલ પાર્ટીએ તેની બે સૌથી સુરક્ષિત સંસદીય બેઠકો ગુમાવી હતી, જે બાદ ટ્રુડોના રાજીનામાની માંગ જોર પકડી રહી છે. ઘણા સાંસદો આગામી ચૂંટણીની તૈયારીના અભાવને લઈને પણ ચિંતિત છે. ખાસ કરીને જ્યારે વોટિંગ ડેટા દર્શાવે છે કે લિબરલ્સ કન્ઝર્વેટિવ્સથી પાછળ છે. 15 ઓક્ટોબરે હાથ ધરાયેલા નેનોસ રિસર્ચ પોલમાં કન્ઝર્વેટિવને 39% વોટ, લિબરલ્સને 23% વોટ અને ન્યૂ ડેમોક્રેટ્સને 21% વોટ મળ્યા હતા.