પરષોત્તમ રૂપાલા રાજકોટથી 16 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ

ગુજરાતમાં હાલ પરષોત્તમ રૂપાલા વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો અત્યારે એકજુટ થઈ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે ક્ષત્રિયોની એક જ માંગ છે રૂપાલની ટિકિટ રદ્દ કરો. આ વિવાદ એટલો વકર્યો કે છેલ્લે ક્ષત્રિયાણીઓએ જોહરની ચીમકી આપી દીધી છતાં ભાજપના પેટનું પાણી ન હલ્યું અને રૂપાલાની ટિકિટ રદ્દ કરી નહિ. હવે આ વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે પરષોત્તમ રૂપાલા 16 તારીખે રાજકોથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. રૂપાલા 25 હજાર જેટલી મોટી જનમેદનીને સંબોધન કરશે. અને આ જાહેર સભા માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે જોવાનું રહ્યું કે ક્ષત્રિયો આ મામલે હવે શું કરે છે.

ભાજપે શરૂ કરી તૈયારી

શહેર ભાજપે જંગી સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી હતી. રાજકોટ લોકસભા મતવિસ્તારના ભાજપના અગ્રણીઓ આ સભામાં ઉપસ્થિત રહેશે. સાંસદ,ધારાસભ્યો,સંગઠનના હોદ્દેદારો પણ સભામાં હાજરી આપશે. રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટરો પણ સભામાં ઉપસ્થિત રહેશે. સભાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.