અમદાવાદઃ ઓરિએન્ટ કેબલ્સ (ઇન્ડિયા) લિમિટેડનો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે અને 29 સપ્ટેમ્બરે મંગળવારે બંધ થશે. એન્કર રોકાણકાર બિડ/ઓફર 24 સપ્ટેમ્બર રહેશે. પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 258થી રૂ. 272 નક્કી થઈ છે, જેમાં દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 1 છે.
આ ઓફરમાં કંપનીના રૂ. 3200 મિલિયનના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ (ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. એક છે) અને હાલના શેરધારકો દ્વારા રૂ. 2320 મિલિયન સુધીના શેરના વેચાણની ઓફર સામેલ છે. ઓફરની કુલ સાઇઝ રૂ. 5520 મિલિયન સુધીની છે.
New Mainboard IPO
Orient Cables Limited
Date : 25-29 September
Size : 552 Crore
Fresh – 320 Crore
OFS – 232 CroreFV : 1
Retail : 35%FY24
Revenue : 665 Crore
PAT : 40.1 CroreFY25
Revenue : 831.9 Crore
PAT : 53.2 CroreFY26
Revenue : 1,181.7 Crore
PAT : 53.6 CroreQ1… pic.twitter.com/W1tUbxmR93
— Tanmay 🇮🇳 (@Tanmay_31_) September 21, 2026
આ ઓફર થયેલા શેરમાં એકની ફેસ વેલ્યુ ધરાવતા રૂ. 2320 મિલિયન સુધીના ઇક્વિટી શેર સામેલ છે, જેમાં વિપુલ નાગપાલ દ્વારા રૂ. 672 મિલિયનના શેર, ગરિમા નાગપાલ દ્વારા રૂ. 157 મિલિયન સુધીના શેર, વિપુલ ફેમિલી ટ્રસ્ટ દ્વારા રૂ. 520 મિલિયન સુધીના શેર અને ગરિમા ફેમિલી ટ્રસ્ટ દ્વારા રૂ. 971 મિલિયન સુધીના શેર સામેલ છે. કંપનીએ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુમાંથી પ્રાપ્ત રકમ અંદાજે રૂ. 3200 મિલિયનનો ઉપયોગ (1) કંપની ઉત્પાદન સુવિધાઓમાં મશીનરી, ઉપકરણ અને નિર્માણ કાર્યો પર મૂડીગત ખર્ચની જરૂરિયાત માટે ફંડિંગ, (2) કંપનીની બાકી નીકળતી તમામ લોના સંપૂર્ણ કે આંશિક હિસ્સાની પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી માટે અને (3) સાધારણ કોર્પોરેટ કામગીરી (સંયુક્તપણે, “ઓફરના ઉદ્દેશો”) માટે કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“બુક રનિંગ લીડ મેનેજર્સ” અથવા “BRLMs”) IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ IIFL સીક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી હતી) અને JM ફાઇનાન્શિયલ લિમિટેડ છે. કંપનીએ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી-I, સાઉથ દિલ્હી(“RoC”)માં 21 સપ્ટેમ્બરે રજૂ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“RHP”) મારફતે ઇક્વિટી શેર ઇશ્યુ થાય છે તથા તેનું લિસ્ટિંગ BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર થશે.




