કોરોના વેક્સિનની માનવ અજમાયશ માટે ઝાયડસ કેડિલાને મંજૂરી મળી

નવી દિલ્હીઃ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડને કોરોનાથી લડવા માટે સ્વદેશમાં વિકસિત કરવામાં આવેલી સંભવિત રસીને મનુષ્યો પર ક્લિનિકલ પરીક્ષણ કરવાની મંજૂરી આપી દીધી છે. કોવિડ-19 પર વિષય નિષ્ણાત સમિતિની ભલામણો અને રોગચાળા દરમ્યાન કટોકટીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં મંજૂરીની પ્રક્રિયામાં ઝડપ કરવામાં આવી છે.   

બીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણને મંજૂરી

સત્તાવાર સૂત્રે કહ્યું હતું કે DCGI ડો. વી. જી. સોમાનીએ કોરોના વાઇરસથી મુકાબલો કરવા માટે ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડ દ્વારા વિકસિત રસીને પ્રાણીઓ પર પરીક્ષણ સફળ રહ્યા પછી મનુષ્યો પર પહેલા અને બીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણને મંજૂરી આપી દીધી છે. કંપનીએ પશુઓ પર પરીક્ષણ સંબંધી ડેટા DCGIને સોંપ્યો હતો. ત્યાર બાદ મનુષ્યો પર પરીક્ષણને મંજૂરી આપી ગઈ છે. પહેલા અને બીજા તબક્કાના પરીક્ષણને પૂરાં કરવામાં ત્રણ મહિનાનો સમય લાગશે.આ પહેલાં કોવેક્સિનની ટ્રાયલને પણ મંજૂરી

આ પહેલાં દેશમાં પહેલાં સ્વદેશી સંભવિત કોવિડ-19 રસી કોવેક્સિનને DCGIથી માનવ પર પરીક્ષણની મંજૂરી મળી છે. કોવેક્સિનને ભારત બાયોટેકને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની સાથે મળીને વિકસિત કરી છે.

દેશમાં એક દિવસમાં કોવિડ-19ના સૌથી 20,903 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોકોના સંક્રમિતોની સંખ્યા વધીને 6,25,544 થઈ ગઈ છે, જેમાં પાછા 24 કલાકમાં 379નાં મોત સાથે અત્યાર સુધી દેશમાં 18,213 લોકોનાં મોત થયાં છે.