નવી દિલ્હીઃ ચંદ્રયાન-2 મિશન બાદ યુવાનોમાં ઈસરો પ્રત્યેનો ક્રેઝ વધી ગયો છે. ઈસરો આમ પણ સતત નવા કિર્તિમાનો સ્થાપિત કરતું રહે છે અને અત્યારે દુનિયાની ટોપ ફાઈવ સ્પેસ ઈજન્સીમાં તેનો સમાવેશ થાય છે. સ્વાભાવિક છે કે તેની નોકરી અને સુવાધાઓ તેમજ કામકાજનો માહોલ કેવો છે તેને લઈને બધાને ચોક્કસ જિજ્ઞાસાઓ અને પ્રશ્નો ચોક્કસપણે થાય.
આમ તો, ઈસરો પોતે જ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા દર વર્ષો વૈજ્ઞાનિકોની એક ટીમ તૈયાર કરે છે, પરંતુ બહારથી પણ વૈજ્ઞાનિકો સાથે બીજી ભૂમિકાઓમાં નિયુક્તિ કરે છે. ઇસરોને માત્ર વૈજ્ઞાનિક જ નહી પરંતુ ખૂબ સારા અલગ કામો માટે અલગ પ્રકારની ક્ષમતા વાળા લોકોની જરુર પડે છે. તમામની સેલરીની પેટર્ન અલગ છે. અહીંયા જ્યારે કોઈ વૈજ્ઞાનિકની નિયુક્તિ થાય છે, તો તેને કેન્દ્ર સરકારના સાતમા પગાર પંચ અનુસાર વેતન મળે છે અને સાથે જ ભથ્થાઓ પણ.
જો કે અહીંયાના સેન્ટર્સના ડિપાર્ટમેન્ટ્સનો માહોલ ન તો સરકારી છે અને ન તો કોર્પોરેટ. દરેક નવા નિયુક્ત થનારા લોકોને અલગ ડિપાર્ટમેન્ટ્સ અને શહેરોમાં મોકલવામાં આવે છે. જરુરી નથી કે તમને સીધી જ ડિઝાઈનિંગ અથવા લોન્ચ-વ્હીકલ અથવા સેટેલાઈટ ડિપાર્ટમેન્ટમાં જગ્યા મળે.
એન્જિનિયરિંગ કરતા યુવાનોમાં પોપ્યુલર સોશિયલ સાઈટ ક્વોરા પર પણ ઘણા લોકોએ ઈસરોમાં પોતાના કામના અનુભવો શેર કર્યા છે. ઈસરોમાં કામ કરી રહેલા એક વ્યક્તિએ લખ્યું કે, તમે સાચે જ ભાગ્યશાળી હશો જો તમને ઈસરોમાં નિયુક્તિ સાથે પસંદગીનું કામ અને સેન્ટર અલોટ થઈ જાય. નવા નિયુક્ત થનારા લોકોને જાણકારી પણ નથી હોતી કે ઈસરોના એક સેન્ટરમાં કેટલા ડિપાર્ટમેન્ટ સાથે કામ કરી રહ્યા હોય છે.
બેશક ડિઝાઈનિંગ અને લોન્ચ વ્હીકલ સેટેલાઈટ પર કામ કરનારા ડિપાર્ટમેન્ટ મુખ્ય ભૂમિકામાં હોય છે પરંતુ બાકી ડિપાર્ટમેન્ટ તેમના સપોર્ટિંગ ગ્રુપ તરીકે કામ કરે છે. અલગ પ્રકારે ભૂમિકાઓને અંજામ આપે છે. એક વાત તો 100 ટકા સ્વીકારવી જ પડે કે ઈસરોની પસંદગીની પ્રક્રિયા સરળ તો બીલકુલ નથી.
ઓફિસ અને કામકાજનો સમય
ઈસરોના જોબ અવર્સ સવારે 09:00 વાગ્યાથી સાજે 5:00 વાગ્યા સુધી હોય છે. પરંતુ કેટલાક લોકો ઓફિસમાં મોડા સુધી રોકાઈને કામ કરતા રહે છે. જે દિવસોમાં ટેસ્ટિંગ અને લોન્ચ વધારે હોય છે, તે દિવસોમાં કામ પણ વધી જાય છે. જો કે ઈસરોમાં હવે લોન્ચિંગનું કામ સતત વધી રહ્યું છે.
સપ્તાહમાં પાંચ દિવસ વર્કિગ છે અને બે દિવસનો અહીંયા વીકલી ઓફ મળે છે. અહીંયા કોઈ કામ એવું નથી કે જે આપને ઘરે લઈ જઈને કરવાનું હોય. ઓફિસમાં મોબાઈલ ફોન પણ સાથે લઈ જવાની મંજૂરી નથી. જરુરી નથી કે દરેક વ્યક્તિ વર્કિંગ અવર્સના સમયનું કડકાઈથી પાલન કરે, તે વર્કિંગ અવર્સને પોતાની રીતે એડજસ્ટ પણ કરી શકે છે.
કામકાજનો ઉત્તમ માહોલ
ઈસરોમાં કામ કરનારા એક યુવાને સોશિયલ નેટવર્કીંગ સાઈટ કોરા પર લખ્યું છે કે, અહીંયા વર્ક કલ્ચર ઉત્તમ છે. આપને બ્રાઈટ લોકો સાથે કામ કરવાની તક મળે છે. અહીંયા કામકાજનો માહોલ બીજા સરકારી ડિપાર્ટમેન્ટ કરતા વધારે સારો છે. બદલીઓ ઓછી થાય છે.
સુવિધાઓની વાત કરીએ તો, અહીંયા કેન્ટીન ખૂબ સસ્તી છે. આવાસ અને પરિવહન સુવિધાઓ છે. બાળકોનો અભ્યાસ ફ્રી છે. હેલ્થ કવર અને રજાઓ ખૂબ સારી છે. એટલે કે કહી શકાય કે આ એક એવી જગ્યા છે કે જ્યાં કામકાજ બાદ તમારી પાસે પરિવારને આપવા માટેનો ક્વોલિટી ટાઈમ મળી રહે છે.
જો કે નવા ભરતી થયેલા લોકો જ્યારે અહીંયા આવે છે, ત્યારે તેમણે પોતાને અલગ રીતે ઢળવું પડે છે. કારણ કે અહીંયા કામ કરવાની પદ્ધતિઓ નક્કી છે.
પગાર અને ભથ્થાઓ આકર્ષક
શરુઆતમાં જ્યારે તમે ઈસરો જોઈન કરો છો, તો એક નવા વૈજ્ઞાનિકનો પગાર અને સુવિધાઓ ખરેખર આકર્ષક હોય છે. પરંતુ બાદમાં ગ્રેડ ઈન્ક્રીમેન્ટ વધારે આકર્ષક નથી હોતા. પ્રમોશન ટાઈમ બાઉન્ડ છે. પ્રમોશનમાં આગળ વધવું સરળ નથી હોતું,
નોકરી છોડી પણ દે છે યુવા વૈજ્ઞાનિકો
ઘણા યુવા વૈજ્ઞાનિકો શરુઆતના વર્ષોમાં જ અહીંયાની નોકરી છોડી પણ દે છે. આમાં મોટાભાગના એવા હોય છે કે જે અહીંયાના માહોલમાં સેટ નથી થઈ શકતા. મોટાભાગના એવા હોય છે કે જેમને ડિઝાઈન બેસ્ટ ડિપાર્ટમેન્ટ નથી મળતો. અથવા તેઓ હાયર એજ્યુકેશનની યોજનાઓ બનાવી રહ્યા હોય છે. સામાન્ય રીતે ઈસરોમાં કામ કરી ચૂકેલા યુવાનો, વૈજ્ઞાનિકો અથવા એન્જિનિયર્સને વિદેશોની જાણીતી યૂનિવર્સિટીઝમાં સરળતાથી પ્રવેશ મળી જાય છે. કેટલાક યુવાનો ઈસરોના કેન્દ્રોના લોકેશનના કારણે પણ નોકરી છોડી દે છે.
તેજીથી આગળ વધી રહ્યું છે ઈસરો
એ વાતમાં કોઈ શંકા નથી કે ઈસરો સતત આગળ વધી રહ્યું છે. આ દેશ જ નહી પરંતુ દુનિયાભરના શ્રેષ્ઠ અને એડવાન્સ સ્પેસ ટેક્નોલોજી સેન્ટર પૈકીનું એક છે. અહીંયા વૈજ્ઞાનિકોમાં સખત મહેનત અને પ્રતિબદ્ધતાને લઈને આનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે.
ઈન્ટેલિજન્ટ લોકો સાથે કામ કરવાની તક
ઈસરોમાં કામ કરનારા એક અન્ય સાયન્ટીસ્ટે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ક્વોરા પર લખ્યું છે કે, જો તમે ઈસરોમાં કામ કરવા ઈચ્છો છો તો અહીંયા ઘણી તકો છે. અહીંયા ખૂબ જ બ્રાઈટ લોકો છે, જે તમારા કામમાં તમારી મદદ માટે હંમેશા તૈયાર રહે છે. દરેક જગ્યાની જેમ જ ઈસરોમાં પણ આપને આગળ વધતા સમય ચોક્કસ લાગશે. જો કોઈ વ્યક્તિ અહીંયા પોતાનું સામર્થ્ય બતાવે છે, તો તેને વધારે જવાબદારીઓ મળે છે.