CM આતિશીનો બંગલો કેમ સીલ કરાયો?

નવી દિલ્હીઃ દિલ્હીમાં આતિશીના CM બનવા સાથે જ વિવાદ થઈ ગયો છે. તેમના બંગલાને લઈને વિજિલન્સ તરફથી અધિકારીઓને નોટિસ આપવામાં આવી. ત્યાર બાદ PWDના અધિકારીઓએ દિલ્હી CM નિવાસસ્થાનને સીલ કરી દીધું. PDWનો દાવો છે કે ભૂતપૂર્વ CM કેજરીવાલ અને LGની વચ્ચે તકરાર વધી ગઈ છે. PWDનો દાવો છે કે ભૂતપૂર્વ CM કેજરીવાલે બંગલો ખાલી ક્ર્યા પછી ચાવીઓ એને નહોતી સોંપવામાં આવી.

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ઉપરાજ્યપાલ વીકે સકસેનાના આદેશ પર CM આતિશીનો સામાન તેમના સરકારી નિવાસ્થાન- છ ફ્લેગસ્ટાફ રોડથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે.પાર્ટીએ એ પણ દાવો કર્યો છે કે આ પગલું CMના સરકારી નિવાસ્થાને કબજો કરવાની ભાજપની યોજનાનો એક ભાગ છે. દિલ્હી CMOએ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સિવિલ લાઇન્સમાં છ, ફ્લેગસ્ટાફ રોડ સ્થિત દિલ્હીના CM નિવાસસ્થાનને ભાજપના ઇશારે જબરદસ્તી ખાલી કરાવવામાં આવ્યો, કારણ કે LG વીકે સકસેના એને ભગવા પાર્ટીના કોઈ નેતાને ફાળવવા ઇચ્છતા હતા.

શું છે મામલો?

CM આતિશી પાછલા દિવસોમાં છ, ફ્લેગ સ્ટાફ રોડ બંગલામાં શિફ્ટ થઈ છે. આ બંગલો પહેલાં  CM કેજરીવાલને ફાળવાયો હતો. તેમણે CM પદથી રાજીનામું આપ્યા પછી સરકારી બંગલો ખાલી કરી દીધો છે અને નવા ઘરમાં શિફ્ટ થયા છે. ત્યાર બાદ CM આતિશી એ બંગલામાં રહેવા ચાલ્યાં ગયાં હતાં. દિલ્હીમાં CM સહિત વિધાનસભ્યોને નિવાસ્થાન PWD ફાળવે છે. આવામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘર ખાલી કર્યા પછી PWDએ કબજો નહોતો આપ્યો.

CM આતિશીને 17 AB મથુરા રોડ નિવાસ્થાન પહેલાં જ ફાળવાયો હતો. આવામાં તેઓ બે ઘરો પર એકસાથે કબજો ના લઈ શકે. LG ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ તરફથી PWDને ચાવી સોંપ્યા પછી એને કોઈ અન્યને વિધિવત્ ફાળવી શકાય છે. CM આતિશી આ બંગલામાં રહી શકે છે, પરંતુ જરૂરી ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી.

ભાજપે CM નિવાસ્થાનના રિનોવેશનમાં ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં એ તપાસના દાયરામાં છે.