નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં તેજ ગતિથી બદલાતા રાજનૈતિક ઘટનાક્રમમાં આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે કે આવતીકાલે એટલે કે 27 નવેમ્બરના રોજ વિધાનસભામાં બહુમતનું પરિક્ષણ કરવામાં આવશે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યો થપથ લઈ લે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફ્લોર ટેસ્ટનું લાઈવ ટેલીકાસ્ટ પણ કરવામાં આવે.
પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે NCP તરફથી વ્હીપ આપવાનો અધિકાર કોનો છે, જયંત પાટિલને કે પછી અજિત પવારને? NCP નું માનીએ તો આ અધિકાર જયંત પાટિલ પાસે છે કારણ કે વિધાનસભામાં ધારાસભ્યો અને તેના નેતાની ચીઠ્ઠી જમા કરવામાં આવી છે જેમાં જયંત પાટિલનું નામ છે જ્યારે ભાજપનો દાવો છે કે NCP ધારાસભ્ય દળના નેતા તરીકે અજિત પાટિલની નિયુક્તિ માન્ય છે જ્યારે જયંત પાટિલની અમાન્ય. વ્હિપ જાહેર કરનારા નેતા પાસે વ્હિપ ન માનનારા ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ કરવાનો અધિકાર હશે. વિશેષજ્ઞોનું માનીએ તો આ મામલે જયંત પાટિલનો પક્ષ વધારે મજબૂત અને ભારે દેખાઈ રહ્યું છે.
તો, મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવ રાજેન્દ્ર ભાગવતે કહ્યું છે કે સચિવાલયને એક ચીઠ્ઠી મળી છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જયંત પાટીલ ધારાસભ્ય દળના નેતા છે. પરંતુ આના પર નિર્ણય વિધાનસભાના સ્પીકરે કરવાનો છે. તો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન Congress-NCP અને શિવસેના દ્વારા સ્પીકર બદલવાની માંગ પણ કરવામાં આવી હતી. આના પર ભાજપના નેતા આશીષ શેલારે કહ્યું છે કે, અજિત પવાર પહેલા રાજ્યપાલને પત્ર આપીને સૂચિત કરી ચૂક્યા છે કે એકવાર નહી બે વાર. ત્યારબાદ જ રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. હવે જયંત પાટિલે જે દાવો કર્યો છે તેના પર વિધાનસભા અધ્યક્ષ નિર્ણય લેશે.
મહારાષ્ટ્રના મહાસંગ્રામનો ઘટનાક્રમ
|