નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે તેઓ 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્સ એવી મહિલાઓને સોંપશે કે જેમણે પોતાના કામથી સમાજને નવી દિશા આપી છે. વડાપ્રધાને એવી મહિલાઓની સ્ટોરીને લઈને સૂચન પણ માંગ્યા છે.
આ ક્રમને આગળ વધારતા કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કેટલાક નામો સૂચવ્યા છે. રંગોલીએ ટ્વીટ કરીને સૌથી પહેલા કરીના કપૂર ખાનનું નામ લખ્યું, જે વડાપ્રધાન મોદીના સોશિયલ મીડિયા અકાઉન્ટને એ દિવસે સંભાળી શકે છે. રંગોલીએ લખ્યું કે, આદરણીય વડાપ્રધાનનું હેંડલ ટેકઓવર કરવા માટે કરીના કપૂર ખાન યોગ્ય પસંદગી હોઈ શકે છે.
રંગોલીએ બોલીવુડથી કંગના સહિત કેટલીક મહિલા ડિરેક્ટર્સના નામોનું પણ સમર્થન કર્યું છે. તેમણે લખ્યું કે, બીજી તરફ હું ઈચ્છીશ કે જોયા અખ્તર, અશ્વિની અય્યર તિવારી, મેઘના ગુલઝાર અને કંગના રનૌત મહિલા દિવસ પર વડાપ્રધાન મોદીજીનું હેંડલ ટેક ઓવર કરે.
તેમણે વડાપ્રધાનને સંબોધિત કરતા લખ્યું કે, ઈન્ડસ્ટ્રી એક્ટ્રેસીઝ તો ઈચ્છે છે પરંતુ મહિલા ડિરેક્ટર્સ અને લેખકોને નથી ઈચ્છતી અથવા નથી પ્રેમ કરતી. આ મહિલાઓ પોતાની જેન્ડરને પાછળ મુકીને સફળ ફિલ્મ મેકર રુપે સામે આવી છે. તેમણે કોઈ માણસની સાચી ક્ષમતાને દર્શાવી છે, જેઓ જેન્ડર સાથે બંધાયેલી નથી. આ લોકોની પાસે દર્શાવવા માટે ખૂબ સારી સ્ટોરીઝ છે.
આ લોકોએ એવા ક્ષેત્રોમાં પોતાની જીત પ્રાપ્ત કરી છે કે જેમને કેટલાક વર્ષો પૂર્વે સુધી મહિલાઓ માટે નહોતું ગણવામાં આવતું.