RBIએ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ નિયમોમાં શું ફેરફાર કર્યા છે?

1લી જુલાઈથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી અંગે નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. ક્રેડિટ કાર્ડના બાકી ચૂકવણી થર્ડ પાર્ટી એપ્લિકેશનના બદલે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS)ના માધ્યમથી કરવુ પડશે. BBPS મેનેજમેન્ટ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે HDFC બેન્ક, એક્સિસ બેન્ક જેવી બેન્કોના ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી થર્ડ પાર્ટી એપ્લીકેશન થતું હોય છે. જ્યારે મામલે RBI દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી ટોચની બેન્કો એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પોતાના બાકી બિલની ચૂકવણી કરવા માટે થર્ડ પાર્ટી એપ CRED, PhonePe, Amazon Pay અને Paytmની મદદથી ઉપયોગ કરી શકશો નહીં. ઉલ્લેખનીય છે કે બેન્કિંગ સંસ્થાઓ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ પ્લેટફોર્મ સાથે રજિસ્ટર્ડ ન હોવાના લીધે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

પેમેન્ટ કલેક્શન પ્રોસેસને વધુ સારી બનાવવા માટે અને અનુકૂળ બનાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા કસ્ટમર્સ માટે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેન્ક અને અન્ય ટોચની બેન્કોના ક્રેડિટ કાર્ડ ધરાવતા વ્યક્તિઓ માટે આ નવા નિયમો લાગૂ થશે નહીં. આ બેન્કો ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે રજિસ્ટર્ડ છે. જેથી ગ્રાહકો પોતાની પેમેન્ટ જરૂરિયાત માટે થર્ડ પાર્ટી એપનો સરળતાથી ઉપયોગ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે SBI, કોટક બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, AU સ્મોલ ફાઈનાન્સ બેન્ક, કેનેરા બેન્ક, બેન્ક ઓફ બરોડા, ફેડરલ બેન્ક, યુનિયન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અ સારસ્વત બેન્ક BBPS પર રજિસ્ટર્ડ છે. જ્યારે એક્સિસ બેન્ક, HDFC બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક, ઈન્ડિયન બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને યસ બેન્ક પણ ઝડપથી રજિસ્ટ્રેશન કરાવશે. ક્રેડિટ કાર્ડ યુઝર્સે તેમની સંબંધિત બેન્ક ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે રજિસ્ટર્ડ છે કે નહીં. તેની જાણ કરવી પડશે. જેની માહિતી તેઓ બેન્કની સત્તાવાર વેબસાઈટ અથવા ઉપલબ્ધ ગ્રાહક સેવા સંચાર ચેનલ્સના માધ્યમથી મેળવી શકે છે.