કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને બીજેપીની લડાઈ ગરમાઈ રહી છે. હવે બંન્ને વચ્ચે એકબીજાની પાર્ટીની ઓફિસ પર કબ્જો કરવા માટે મારામારી શરુ થઈ ગઈ છે. ઉત્તર 24 પરગના જિલ્લામાં ખુદ મમતા બેજેપી ઓફિસનું તાળુ તોડવા માટે પહોંચ્યા. તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે આ તેની ઓફિસ છે કે જેના પર બીજેપીએ પોતાનો કબ્જો કરી લીધો છે.
હકીકતમાં 30 મેના રોજ જ્યારે વડાપ્રધાન મોદી પોતાના કેબિનેટ સાથે દિલ્હીમાં શપથ લઈ રહ્યા હતા, તે જ સમયે બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં મમતા બેનર્જી ધરણા પર હતા. નૈહાટીમાં રેલીને સંબોધિત કર્યા બાદ મમતા બેજેપી ઓફિસ પહોંચ્યા. તેમણે પોતાની સામે તાળા તોડાવ્યા. મમતાના આદેશ પર ઓફિસમાંથી ભગવા રંગ અને કમળનું નિશાન પણ હટાવી દેવામાં આવ્યા.
બેજેપીની ઓફિસ પર કબ્જો કર્યા બાદ મમતાએ પોતાની સામે જ ધોળો રંગ કરાવ્યો. ત્યારબાદ મમતાએ પોતે દીવાલ પર પોતાની પાર્ટીનું ચિન્હ પેઈન્ટ કર્યું અને પાર્ટીનું નામ લખ્યું. મમતાનો આરોપ છે કે ટીએમસીની આ ઓફિસ પર બેજેપીએ કબ્જો કરી લીધો હતો. હવે મમતાની આગેવાનીમાં બેજેપીએ ફરીથી આ ઓફિસ પર પોતાનો કબ્જો કરી લીધો છે.
બંગાળમાં જય શ્રીરામની રાજનીતિ ચાલી રહી છે. આ અંતર્ગત બેજેપી મમતા બેનર્જીને આક્રામક રીતે ઘેરવામાં જોડાયેલી છે. અને મહત્વની વાત એ રહી કે બીજેપીને મમતા બેનર્જી પાસેથી મોકો પણ મળી ગયો જ્યારે મમતા બેનર્જી જય શ્રી રામના નારા લાગતા ભડકી ગયા. ત્યારબાદથી જ બીજેપી મમતા બેનર્જીને ઘેરવાની કોશીષ કરી રહી છે. મમતાનું કહેવું છે કે જય શ્રીરામ થી મને કોઈ તકલીફ નથી, બીજેપી આનો ફાયદો ઉઠાવી રહી છે.
તો બીજી તરફ બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયનું કહેવું છે કે મને નથી લાગતું કે આ સામાન્ય સ્થિતી છે. તેમનું માનસિક સંતુલન હલી ગયું છે. નહી તો એક જવાબદાર મુખ્યપ્રધાન દ્વારા આ પ્રકારની હરકતો આશ્ચર્યજનક બાબત કહેવાય. આપને જણાવી દઈએ કે મમતા સામે કેટલાક લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. મમતાએ પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. અડધો ડઝનથી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મમતા બેનર્જી સામે જય શ્રીરામના નારા લગાવનારા બીજેપી કાર્યકર્તાએ પર એક્શન બાદ બીજેપી સાંસદ અર્જુન સિંહે તેમના વિરુદ્ધ પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવી છે. જેમાં દેશભરમાં બીજેપીના નેતા અને કાર્યકર્તાઓ મમતા બેનર્જીને જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ અને પત્ર મોકલવાના કામમાં લાગી ગયા છે. મમતાને આ પ્રકારના 10 લાખ પોસ્ટાકાર્ડ મોકલવાની તૈયારી પણ કરવામાં આવી છે.