કોલકાત્તા- લોકસભાની ચૂંટણી પહેલા પશ્વિમ બંગાળાના કોલકત્તામાં ટીએમસીના અધ્યક્ષ અને પશ્વિમ બંગાળના અધ્યક્ષ મમતા બેનર્જી વિશાળ રેલી યોજી રહ્યા છે. મમતાના શક્તિ પ્રદર્શનમાં 41 વર્ષ બાદ વિપક્ષી પાર્ટીઓનો સૌથી મોટો જમાવડો થવાનો છે. એક અંદાજે 20 જેટલી પાર્ટીના નેતાઓ આ રેલીમાં શામેલ થવાના છે. પરંતુ આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હાજરી નથી આપવાના.
આ રેલીમાં સીએમ અરવિંદ કેજરીવાલ, એચડી કુમાર સ્વામી, ચંદ્ર બાબુ નાયડુ, પૂર્વ પીએમ એચ.ડી દેવગૌડા, પૂર્વ સીએમ ફારુક અબ્દુલા, ઉમર અબ્દુલા, રાજદ નેતા તેજસ્વી યાદવ, દ્રમુકના એમ.કે. સ્ટાલિન, ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિંહા પણ સામેલ થશે. આ ઉપરાંત આ રેલીમાં અખિલેશ યાદવ, બસપા મહાસચિવ સતિશ ચંદ્ર મિશ્રા, શરદ પવાર, અજીત ચૌધરી, યશવંત સિન્હા અને અરૂણ શૌરી ઉપસ્તિત રહેશે.આ સિવાય હાર્દિક પટેલ, જીગ્નેસ મેવાણી પણ સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષોનો આટલો મોટો જમાવડો 14 વર્ષ બાદ જોવા મળ્યો છે. આ પહેલા જ્યોતિ બસુએ કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટે 7 જૂન 1977ના સંયુક્ત વિપક્ષો એક સાથે જોડાયા હતાં. ત્યારબાદ આ ઐતિહાસિક મેદાનમાં આજ દીન સુધી વિપક્ષી પાર્ટીઓનો આટલો મોટો જમાવડો જોવા મળ્યો નથી. મમતાની રેલીમાં ચંદ્રશેખર રાવને છોડીને વિપક્ષના મોટાભાગના નેતાઓ પહોંચી ગયા છે.
આ રેલીમાં કોંગ્રેસને લઈને જેડીએસ, નેશનલ કોન્ફ્રેંસ, એનસીપી, આરજેડી, એસપી, બીએસપી, ટીડીપી, આમ આદમી પાર્ટી સહિત ઓછામાં ઓછા 20 પક્ષોનો નેતા, મુખ્યપ્રધાનો, પૂર્વ મુખ્યપ્રધાનો વગેરે નેતાઓ આ મેદાનમાં તેમની લોકપ્રિયતાનું ઈમ્તિહાન આપશે. તમામના નિશાના પર વડાપ્રધાન મોદી રહેશે.