26 જાન્યુઆરી પહેલા ISIS ના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ, 3 શાર્પ શુટરો પકડાયા

0
1162

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા એક ઈન્ટેલિજ્નસ એજન્સીએ 26 જાન્યુઆરી પહેલા ISIS ની એક મોટી સાજિશનો પર્દાફાશ કર્યો છે. રાજધાની દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાંથી 3 શાર્પ શુટર્સની ધરપકડ કરવામાં આવી છે. આ શૂટર્સનું નિશાન ગણતંત્ર દિવસ પહેલા દેશના બે મોટા નેતાઓની હત્યા કરીને દેશમાં દહેશત ફેલાવાનું હતું. પકડાયેલા લોકોમાં ટ્રેનિંગ લઈ ચૂકેલો અફઘાનિસ્તાનનો એક નાગરિક પણ શામિલ છે. સુત્રો અનુસાર પાકિસ્તાનની ISI એ આ લોકોને ગણતંત્ર દિવસ પહેલા બે વરિષ્ઠ નેતાઓને મારવાનું કામ સોંપ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઓપરેશનના માસ્ટર માઈન્ડની ઓળખ પાકિસ્તાનના અંડરવર્લ્ડ ડોન રસૂલ ખાન પાર્ટી તરીકે કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે રસૂલ ખાન જ 2003માં માર્યા ગયેલા ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યામાં મુખ્ય ષડયંત્રકારી હતો.

પકડાયેલા ત્રણ લોકોમાં એક અફઘાનિસ્તાનના નાગરિકનું નામ વલી મહોમ્મદ સબૈફી છે. આ વ્યક્તિ અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફનો રહેવાસી છે. આ સીવાય શેખ રિયાઝુદ્દીન ઉર્ફ રાજા અલામી જે દિલ્હીના મદનગીરમાં મકાન નંબર 637, ગલી નંબર 22, ગ્રાઉન્ડ ફ્લોર, ડીડીએ ફ્લેટ્સમાં રહે છે. પકડાયેલો ત્રીજો વ્યક્તિ કરળના કાસરગોડનો રહેવાસી છે જેનું નામ મુહાસિમ સીએમ ઉર્ફ તસલીમ છે. સુત્રો અનુસાર આમાંથી 2 લોકોને ત્રણ દિવસ પહેલા નિઝામુદ્દીન પાસેથી હથિયારો સાથે પકડવામાં આવ્યો છે. પોલિસને આ લોકો પાસેથી એક આઈફોન મળ્યો છે જેની તપાસ કરવામાં આવી રહી છે.

આ ષડયંત્રની જાણકારી ગુપ્તચર એજન્સિઓને ત્યારે મળી જ્યારે રસૂલ પાર્ટી અને દક્ષિણ ભારતના એક વ્યક્તિ થયેલા એક ફોન કોલને ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યો. આ લોકો હથિયારોની વ્યવસ્થા અને બે હાઈ વેલ્યૂ ટાર્ગેટ વિશે વાત કરી રહ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે આ આખી એક્શનને મિડ-ડિસેમ્બરથી ટ્રેક કરવામાં આવી રહી હતી અને જેવી જ એ વાતની પુષ્ટી થઈ કે હવે પ્લાન તેના અંતિમ ચરણોમાં છે ત્યારે પોલીસે કાર્યવાહી કરીને આ શાર્પશુટર્સની ધરપકડ કરી લીધી.