કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 30 સીટો પર મતદાન જારી છે, ત્યારે કેટલીય જગ્યાએથી હિંસાના સમાચાર આવી રહ્યા છે. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપણનો દોર જારી છે. તૃણમૂલ કોંગ્રેસના 10 સંસદસભ્યોનું પ્રતિનિધિમંડળ જ્યાં મત ટકાવારીમાં ગરબડની સામે રાજ્ય ચૂંટણી પંચને મુલાકાત કરી ફરિયાદ કરશે. બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને બંગાળના પ્રભારી કૈલાશ વર્ગીયના નેતૃત્વમાં ભાજપના પ્રતિનિધિમંડળને બપોરે બે કલાકે રાજ્યના CEO સાથે મુલાકાત કરશે. ભાજપ દ્વારા ચૂંટણીમાં અનેક જગ્યાએ હિંસા અને મતદાતાઓને અડચણ માટે ફરિયાદ કરવામાં આવશે.
મતદાન સવારે સાત કલાકે શરૂ થયું છે અને સાંજે 6.30 કલાકે ચાલશે. રાજ્યના પાંચ જિલ્લા- પુરુલિયા, બાંકુડા, ઝાડગ્રામ, પૂર્વ-પશ્ચિમ મેદિનીપુરની 30 વિધાનસભા સીટો પર મતો પડી રહ્યા છે. આમાંથી 11 આરક્ષિત સીટો છે. આમાંથી સાત ચૂંટણી ક્ષેત્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. કુલ 191 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચ અનુસાર પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સવારે 11.30 કલાક સુધી 36.88 મતદાન થયું છે.
પશ્ચિમ મેદિનીપુરના કેશિયારીના બેગમપુર વિસ્તારમાં સવારે એક ભાજપના કાર્યકર્તાનું શબ તેના ઘરેથી મળ્યું હતું. ભાજપે તૃણમૂલ સમર્થકોએ હત્યા પર આરોપ લગાવ્યો હતો. આ સિવાય પુરુલિયા સદરમાં ભાજપ કાર્યકર્તાઓ પર તૃણમૂલ કાર્યકર્તાઓને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. ટીએમસીના પાંચ કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. જ્યારે પુરુલિયા અને દક્ષિણ કાંથીમાં ભાજપના કર્મચારીઓ પર હુમલાના અહેવાલ હતા, જેમાં ભાજપના બે કાર્યકર્તાઓ જખમી થયા હતા.