નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે એને ડાઉનલોડ કરવી એ ગુનો છે. કોર્ટે આ મામલે મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો પલટતાં આ ચુકાદો આપ્યો હતો. કાયદાકીય રીતે આવી સામગ્રીને રાખવી એ પણ એ એક ગુનો છે. CJI ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનેજ મિશ્રાની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.
મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને અરજી દ્વારા પડકારવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર બાળ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી POCSO અધિનિયમ અને ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી કાયદા હેઠળ ગુનો નથી. એની સાથે કોર્ટે કેન્દ્ર સરકારને સલાહ આપી હતી કે POCSO એક્ટમાં ફેરફાર કરીને ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દને બદલે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના શબ્દની જગ્યાએ Child Sexually abusive and Exploitative Material (CSAEM) લખવામાં આવે.
SC says watching, downloading child pornography are offences under POCSO Act and IT law
— Press Trust of India (@PTI_News) September 23, 2024
જસ્ટિસ પારડીવાલે કહ્યું હતું કે અમે દોષીઓની મનઃસ્થિતિની ધારણાઓ પર બધી પ્રસંગિક જોગવાઈઓને સમવા માટે પ્રયાસ કર્યા છે અને દિશા-નિર્દેશ પણ નિર્ધારિત કર્યા છે.
આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દને બાળ યૌન શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીથી બદલ માટે એક વટહુકમ જારી કરવાનું સૂચન કર્યું હતું. ટોચની કોર્ટે બધી કોર્ટોને એ નિર્દેશ આપ્યો હતો કે તેઓ હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફીટ શબ્દનો ઉપયોગ ના કરે. કોર્ટે આ ચુકાદો NGO જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન એલાયન્સની અરજી પર સુનાવણી પછી આપ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને ડાઉનલોડ કરવા અને જોવાને ગુનો નહોતો માન્યો.