મોબાઇલ ફોન હેક કરવા માટે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ  

નવી દિલ્હીઃ એક ઇઝરાયલ કંપની NSO ગ્રુપ દ્વારા વિકસિત એક સ્પાયવેર પેગાસસનો ઉપયોગ સરકાર દ્વારા પત્રકારો અને રાજકારણી સહિત અગ્રણી હસ્તીઓની નિગરાનીના આરોપો લઈને ચર્ચામાં છે. જોકે જાસૂસીના આરોપોને ખોટા ગણાવતા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું હતું કે સરકારી દ્વારા કોઈ અનધિકૃત અવરોધ કરવામાં આવ્યો. વિશેષ લોકો પર સરકારી દેખરેખના આરોપોના નક્કર પુરાવા અથવા એમાં કોઈ ખરાઈ નથી. મંત્રાલયે કહ્યું હતું કે સરકાર એના બધા નાગરિકોની પ્રાઇવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે.

આ એક સ્પાયવેર છે, જેનો ઉપયોગ ફોન હેક કરવા માટે કરવામાં આવે છે. પેગાસસ વર્ષ 2016માં લાઇમલાઇટમાં આવ્યો હતો, જ્યારે એણે UAEના માનવાધિકાર કાર્યકર્તા અહમદ મંસૂરનો મોબાઇલ ફોન હેક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તેમણે એમના આઇફોન પર SMSમાં લિન્ક ખોલવા પર દેશમાં કેદીઓ વિશે નવાં રહસ્યોનું વચન કરવાવાળો સંદેશ પ્રાપ્ત થયો હતો. નિર્દેશોના પાલન કરવાને બદલે મંસૂરે સિટિઝન લેબના સંશોધનકર્તાઓને સંદેશ મોકલ્યો, જેમણે NSO ગ્રુપથી સંબંધિત લિન્કનું મૂળ શોધી કાઢ્યું હતું.

પેગાસસ સ્પાયવેર બજારમાં ઉપલબ્ધ આવી પ્રોડક્ટોમાં સૌથી સોફિસ્ટિકેટેડ છે. એ iOS, એપલના મોબાઇલ ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને એન્ડ્રોઇડ ડિવાઇસિસમાં સરળતાથી ઘૂસણખોર કરી શકે છે. પેગાસસનો ઉપયોગ સરકારો દ્વારા પ્રતિ લાઇસન્સને આધારે કરવાનો હતો.

NSO ગ્રુપની વેબસાઇટ જણાવે છે કે કંપની એવી ટેક્નિક બનાવે છે, જે સરકારી એજન્સીઓની મદદ કરે છે. વિશ્વમાં હજારો લોકાના જીવ માટે આંતકવાદ અને ગુનાને રોકવા અને તપાસમાં મદદ કરે છે.