ચીન વિરુદ્ધ સરકારના નિર્ણયોનો ગડકરીએ આ રીતે કર્યો બચાવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, દેશમાં કેટલાક એવા નિયમો છે કે જે જૂના થઈ ચૂક્યા છે અને ચીની કંપનીઓને મદદ પહોંચાડી રહ્યા છે. ત્યારે આવામાં રાષ્ટ્રીય હિતમાં આ નિયમોની સમીક્ષા કરવી જોઈએ કે જેનાથી ભારતીય ફર્મોને લાભ થશે. સાથે જ કેન્દ્રીય મંત્રીએ ચીનના વિરોધ પ્રદર્શનને વેગ આપનારા સરકારના તાજેતરના નિયમોનું પણ સમર્થન કર્યું. ચીન વિરુદ્ધ પગલાઓનું સમર્થન કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, ભારતીય ઉદ્યમીઓ અને ઠેકેદારોને પ્રોત્સાહિત કરવાની જરુર છે.

ગડકરીએ કહ્યું કે ભારત, ચીની કંપનીઓને રાજમાર્ગ પરિયોજનાઓમાં ભાગ લેવાની મંજૂરી નહી આપે જેમાં સંયુક્ત ઉદ્યમના માધ્યમથી તેઓ સમાવિષ્ઠ છે. વિજળી મંત્રાલયે કહ્યું કે, ભારતીય કંપનીઓને વિજળીની આપૂર્તિ માટેના ઉપકરણો અને ઘટકોને ચીનથી આયાત કરવા માટે સરકારની મંજૂરી લેવી પડશે.

ગડકરીએ કહ્યું કે, આત્મ નિર્ભર ભારતને ચીન સાથે ન જોડશે. આપણે દુનિયામાં આપણી પ્રતિસ્પર્ધા વધારવી પડશે અને તેના માટે આપણે લો કોસ્ટ કેપિટલની આવશ્યકતા છે. આપણે આપણી ટેક્નોલોજી અને વિદેશી રોકાણને MSMEs માં અપગ્રેડ કરવી પડશે. આજે આપણા એમએસએમઈની એ પ્રકારની સારી ગુણવત્તા વાળી કીટ બનાવી રહ્યા છે અને આપણે પ્રતિદિન  લાખ કીટનું ઉત્પાદન કરી રહ્યા છીએ.