લંડનઃ ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં અને ભારત-યુકેના સંબંધોમાં મહત્ત્વનું યોગદાન આપે છે એમ લંડનમાં યુકેની સંસદમાં ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સને લોન્ચ કરતાં બ્રિટિશ સાંસદો અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ ભાર આપતાં જણાવ્યું હતું. ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવા પર યુનાઇટેડ કિંગડમમાં 75 ભારતીય વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શિક્ષણ, વ્યાવસાયિકો અને સમાજને મહત્ત્વનું યોગદાન આપવા માટે તેમને સન્માનિત કરશે.
બુધવારે યુકેની સંસદમાં એક ખાસ કાર્યક્રમમાં બ્રિટિશ સાંસદો, અગ્રણી યુનિવર્સિટીઓના કુલપતિઓ, વાઇસ ચાન્સેલરો અને મહત્ત્વના સ્ટેકહોલ્ડરોએ ભાગ લીધો હતો, જેમાં ભારતના 75 એચિવર્સે- એચિવર્સ ઓનર્સ માટેની નામાંકનની પ્રક્રિયા જાહેર કરી હતી.
આ પ્રોજેક્ટની પહેલ નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના યુનિયન યુકે (NISAU UK) દ્વારા ભારતમાં બ્રિટિશ કાઉન્સિલની સાથે ભાગીદારીમાં કરવામાં આવી છે, જે તેમના વર્ષના લાંબા ચાલતા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ઇન્ડિયા-યુકે ટુગેધર સીઝન ઓફ કલ્ચર’ને અનુરૂપ છે. NISAU છેલ્લાં 10 વર્ષથી ભારતીય વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીઝ, સેક્ટરની સંસ્થાઓ અને બંને દેશોની સરકારો સાથે કામ કરી રહી છે, જેથી ભારતીયોને મદદ કરી શકાય તેમ જ બંને દેશો વચ્ચે શૈક્ષણિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપી શકાય. આ પ્રોજેક્ટમાં યુકે સરકારનો આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગ પણ એક ભાગીદાર છે.
અમારી આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યૂહરચના 2030 સધી શિક્ષણનીની નિકાસને સતત વધારીને 35 અબજ પાઉન્ડ સુધી કરવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં પાંચ પ્રાથમિકતાવાળાં બજારો પૈકીનું ભારત પણ એક છે, એમ નિકાસપ્રધાન માર્કશ ફિશે કહ્યું હતું.
અચિવર્સ ઓનર્સના શુભારંભનું સંચાલન ઇન્ટરનેશનલ સ્ટુડન્ડ્સ ઓલ પાર્ટી પાર્લમેન્ટરી ગ્રુપના કો-ચેરમેન લોર્ડ કરણ બિલિમોરિયાએ અને ઇર્લિંગ સાઉથહોલથી સંસદ અને ઇન્ડો—બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લમેન્ટરી ગ્રુપના અધ્યક્ષ વિરેન્દ્ર શર્માએ કહ્યું હતું.
હાલમાં ભારતીય વિદ્યાર્થીઓ અને બ્રિટિશ શિક્ષણ સંસ્થાઓના ભૂતપૂર્વ ભારતીય વિદ્યાર્થીઓ પાંચ શ્રેણી હેઠળ નામાંકન કરી શકશે. આ પાંચ કેટેગરી છે- બિઝનેસ અને એન્ટરપ્રુનોરશિપ; સરકાર, રાજકારણ, કાયoa અને સમાજ; શિક્ષણ, સાયન્સ એન્ડ ઇન્નોવેશન;, મિડિયા અને જર્નલીઝમ અને આર્ટસ,કલ્ચર, એન્ટરટેઇનમેન્ટ એન્ડ સ્પોર્ટસ. આ માટેના માપદંડ સરળ છે- ઓગસ્ટ, 2023 સુધી 49 વર્ષથી ઓછી વયના લોકો નામાંકન કરી શકશે અને યુકેમાં અભ્યાસ દરમ્યાન ભારતીય પાસપોર્ટ હોવો અનિવાર્ય છે.
વળી, વિદ્યાર્થી કે ભૂતપૂર્વ વિદ્યાર્થી અરજી કરી શકે છે અને વ્યક્તિ પોતે કે તેમના મિત્રો કે પરિવારના સભ્યો જેતે વ્યક્તિ માટે અરજી કરી શકે છે. વિવિધ અગ્રણી યુનિવર્સિટીઓના કુલપતિઓની જ્યુરી આ અરજીમાંથી જેતે વિદ્યાર્થીની પસંદગી કરશે. આ અરજી પ્રક્રિયાનું પરિણામ નવી દિલ્હીમાં બ્રિટિશ હાઇ કમિશનરના આવાસ પર 10 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
