ભુવનેશ્વરઃ ઓડિસાના ક્યોંઝરમાં ગમખ્વાર દુર્ઘટના બની છે. ઝડપે લગ્નની ખુશીઓને માતમમાં ફેરવી નાખી છે. એક તેજ ટ્રકે જાનૈયાઓને ટક્કર મારી છે, જેનાથી પાંચ લોકોનાં મોત થયાં છે અને નવ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માત ક્યોંઝરના નેશનલ હાઇવે 20ની પાસે સાઠીધર સાહીમાં થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ક્યોંઝર જિલ્લાના સતીધર સાહીની પાસે મંગળવારે મોડી રાતે એક ટ્રકે જાનૈયાઓના એક ગ્રુપને ટક્કર મારી હતી, જેનાથી પાંચ લોકોનાં મોત થયાં છે અને નવ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને ક્યોંઝર જિલ્લા મથકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર અહીંના સાથીધર સાહીના મૂળ નિવાસી કાર્તિક પાત્રની પુત્રીના લગ્ન હરિચંદ્રનપુર બ્લોકના માનપુર ગામના હાદીબંધુ પાત્રના પુત્ર હેમંત પાત્રથી થવાનાં હતાં. વરરાજાની જાન DJ સાથે નીકળી હતી, ત્યારે 1.30 કલાકની વચ્ચે વધૂના ઘરની પાસે એક ટ્રકે જાનને ટક્કર મારી હતી. પાંચ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે અન્ય નવ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ અકસ્માતની સૂચના મળતાં ફાયરબ્રિગ્રેડેના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને જિલ્લા મથકની હોસ્પિટલે પહોંચાડ્યા હતા. આ અકસ્માત પછી ટેન્શન વધી ગયું હતું. વરરાજાના ભત્રીજા અને તેના પક્ષના અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે બે અન્ય મૃતક સતીધર સાહીના હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોને કટકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.