કેસીઆર હવે રાષ્ટ્રીય રાજકારણમાં; પાર્ટીનું નામ બદલ્યું

હૈદરાબાદઃ તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં ઝંપલાવ્યું છે. એમણે પોતાની પ્રાદેશિક પાર્ટી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)નું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) કર્યું છે. 2024ની લોકસભા ચૂંટણી લડવાની યોજનાના સંદર્ભમાં એમણે આ નિર્ણય લીધો છે.

આ સાથે 21 વર્ષ જૂની ટીઆરએસ પાર્ટી હવે રાષ્ટ્રીય સ્તરની બીઆરએસ થઈ ગઈ છે. ચંદ્રશેખર રાવે એક જાહેર સભામાં જાહેરાત કરી છે કે એમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં 2024ની લોકસભા ચૂંટણી લડશે.