મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી

મુંબઈઃ એક અજાણી વ્યક્તિએ આજે અહીં દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ (ઈસ્ટ) ઉપનગરમાં આવેલી સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે હોસ્પિટલની ઈમારતને ફૂંકી મારવામાં આવશે. ફોન કરનારે કોઈક અજાણ્યા નંબર પરથી આજે બપોરે 12.57 વાગ્યે ફોન કર્યો હતો. એણે તેની ધમકીમાં અંબાણી પરિવારનાં કેટલાંક સભ્યોનાં નામ પણ આપ્યા હતા.

(તસવીર સૌજન્યઃ Wikimedia Commons)

ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ સામે એફઆઈઆર ફરિયાદ નોંધી છે અને આ મામલે તપાસ આદરી છે. ગયા ઓગસ્ટ મહિનામાં પણ આ જ હોસ્પિટલને અને અંબાણી પરિવારને ધમકી આપવામાં આવી હતી. એ વખતે એક જ્વેલરે તે ફોન કર્યો હતો. પોલીસે તેને પકડી લીધો હતો. એણે હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને ધમકી આપી હતી કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમના પરિવારજનોની તે હત્યા કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]