રસીના બંને ડોઝ લેનારાને સંક્રમણનું ઓછું જોખમઃ ICMR

નવી દિલ્હીઃ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રસીકરણ અને કોરોના સંક્રમણને લઈને એક પ્રારંભનો રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટ અનુસાર જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે, તેમનામાંથી 76 ટકા લોકોમાં કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર આ સંક્રમિત લોકોમાંથી માત્ર 17 ટકા લોકો બિના લક્ષણવાળા હતા, જ્યારે 10 ટકા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.

રિપોર્ટ અનુસાર રસી લગાડ્યા પછી કોરોના થવા પર હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે અને જે 27 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમનામાંથી માત્ર એક દર્દીનું મોત થવાનો કેસ નોંધાયો છે. ICMRના આંકડાથી એ વાતની માહિતી મળે છે કે રસી કોરોનાની સામે લડવામાં બહુ અસરકારક છે.
ઓડિશામાં અલગ-અલગ હેલ્થકેર સેન્ટરમાંથી એક માર્ચથી 10 જૂનની વચ્ચે 361 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, એમાંથી મોટા ભાગના કેસો એ જેમને કોરોનાના બંને ડોઝ લાગી ચૂક્યા હતા. ભુવનેશ્વર સ્થિત ICMRની લેબમાં તપાસ માટે મોકલવામાં આવેલાં આ સેમ્પલમાંથી 274 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રસીના બંને ડોઝ લગાડ્યા પછી 14 દિવસ પછી એન્ટિબોડી બનવાનું શરૂ થાય છે.રિપોર્ટ અનુસાર આ 274 કોરોના સંક્રમિત લોકોમાંથી 12.8 ટકા લોકોને કોવેક્સિન તો 87.2 ટકા લોકોને કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા. કોવેક્સિનના બંને ડોઝ લીધા પછી સંક્રમિત થયેલા લોકોમાં 43 ટકા એ હેલ્થકેર વર્કર્સ હતા, જે દેશમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ખાસ કરીને કોવિડ વોર્ડમાં ડ્યુટી પર હતા, જ્યારે કોવિશિલ્ડ લીધા પછી 10 ટકા હેલ્થકેર વર્કર્સ સંક્રમિત હતા.