ઓક્સિજનના વિતરણ માટે સુપ્રીમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને સપ્લાયની સમીક્ષા અને ભલામણ કરશે. આ ઉપરાંત આ ટાસ્ક ફોર્સ દવાઓના વિતરણની વ્યવસ્થા પણ જોશે. આ ટાસ્ક ફોર્સમાં 12 સભ્યો હશે. કોર્ટે કહ્યું છે કે ટાસ્ક ફોર્સ અત્યારે અને ભવિષ્ય માટે પારદર્શી અને વ્યાવસાયિક ધોરણે રોગચાળાના પડકારોનો સામનો કરવા માટે ઇનપુટ અને વ્યૂહરચના ઘડી કાઢશે. ટાસ્ક ફોર્સ વૈજ્ઞાનિકો તર્કસંગત અને ન્યાય સંગતને આધારે રાજ્યોને ઓક્સિજન માટે કાર્યપ્રણાલી તૈયાર કરશે.

 

કોર્ટે રચેલી ટાસ્ક ફોર્સમાં 10 મોટા ડોક્ટર હશે, જેમાં

  • ડો. ભવતોષ વિશ્વાસ, ભૂતપૂર્વ કુલપતિ, પશ્ચિમ બંગાળના આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટી, કોલકાતા,
  • ડો. દેવેન્દ્ર સિંહ રાણા-અધ્યક્ષ, મેનેજમેન્ટ બોર્ડ, સર ગંગારામ હોસ્પિટલ- દિલ્હી
  • ડો. દેવીપ્રસાદ શેટ્ટી, અધ્યક્ષ અને કાર્યકારી ડિરેક્ટર, નારાયણ હેલ્થકેર, બેંગલુરુ
  • ડો. ગગનદીપ કાંગ, પ્રોફેસર, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર, તામિલનાડુ
  • ડો. જે. વી. પીટર ડિરેક્ટર, મેદાંતા હોસ્પિટલ
  • ડો. નરેશ ત્રેહન, ચેરપર્સન અને મેનેજમેન્ટ ડિકેર્ટર, મેદાંતા હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ગુરુગ્રામ.
  • ડો. રાહુલ પંડિત, ડિરેક્ટર, ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ-મુંબઈ અને કલ્યાણ- મહારાષ્ટ્ર
  • ડો. સૌમિત્ર રાવત, ચેરમેન સર ગંગારામ હોસ્પિટલ, દિલ્હી
  • ડો. શિવકુમાર સરીન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિરી સાયન્સ, દિલ્હી
  • સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

 

આ ઉપરાંત નેશનલ ટાસ્ક ફોર્સના સંયોજક પણ એના સભ્ય હશે, જે કેન્દ્ર સરકારમાં કેબિનેટ સચિવ સ્તરના અધિકારી હશે. કેબિનેટ સચિવ તેમના સિવાય વધારાના સચિવના પદથી નીચેના અધિકારીને ટાસ્ક ફોર્સમાં સામેલ નહીં કરી શકે.