બિકાનેર પાસે સતત બીજા-દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો

બિકાનેરઃ રાજસ્થાનના રણના જિલ્લા બિકાનેરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ એ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 4.8 હતી. આ ભૂકંપનો આંચકો સવારે 7.42 કલાકે અભુભવાયો હતો. જોકે એનું કેન્દ્ર બિંદુ બિકાનેર શહેરથી દૂર હતું. આના એક દિવસ પહેલાં એનાથી મોટી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બિકાનેરની નજીક સતત બીજા દિવસે ભૂકંપ અનુભવાયો હતો.

 ભૂકંપ માપતા રાષ્ટ્રીય કેન્દ્રએ જણાવ્યું હતું કે બુધવારે સવારે રાજસ્થાનમાં બિકાનેર પાસે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ 343 કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં હતું. ચોમાસાના દિવસો દરમ્યાન રાજસ્થાનમાં જે ભૂકંપ આવ્યો હતો, એ જમીનથી 110 કિમી ઊંડાઈથી ઉત્પન્ન થયો હતો.

આ પહેલાં મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સમાં પણ ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક લોકોએ રાત્રે 2.10 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 4.1 નોંધવામાં આવી હતી. લેહ- લદ્દાખમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. જોકે ભૂકંપમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.