નવી દિલ્હીઃ BBCની ડોક્યુમેન્ટરી પર વિવાદ થયો છે. સરકારે એના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ વિરોધ પક્ષના નેત વડા પ્રધાન પર તીખો હુમલો કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમિન (AIMIM)ના પ્રમુખ અસદદ્દીન ઓવેસીએ આ પગલા પર સવાલ ઊભા કર્યા છે. તેમણે પૂછ્યું છે કે વડા પ્રધાન મહાત્મા ગાંધીની હત્યા કરવાવાળા ગોડસે પર રિલીઝ થનારી ફિલ્મ પર પણ પ્રતિબંધ મૂકી દેશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ, દમન અથવા લોકોને ડરાવવાથી સાચું બહાર આવવાની બંધ નહીં થાય. BBCની ડોક્યુમેન્ટરીનું નામ ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન છે. એ 2002ના ગુજરાતનાં રમખાણો પર આધારિત છે. આ ડોક્યુમેન્ટરીના ટ્વીટ અને વિડિયોને યુટ્યુબથી દૂર કરવામાં આવી છે. એનાથી જોડાયેલી 50 લિન્ક પણ બ્લોક કરી દેવામાં આવી છે. સરકારે એને દુષ્પ્રચારનો પ્રયાસ જણાવ્યો હતો.
જોકે આ પહેલો પ્રસંગ નથી, જ્યારે કોઈ સરકારેં આ પ્રકારના પગલાં લીધાં હોય. આ પહેલાં ઇન્દિરા ગાંધી, મનમોહન સિંહ અને રાજીવ ગાંધી સહિત અનેક સરકારોમાં વિવાદિત ફિલ્મો અને ડોક્યુમેન્ટરી પર પગલાં લઈ ચૂકી છે. એ રાજકીય કારણોથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.