મંદિર-મસ્જિદનું એક જ પ્રવેશદ્વારઃ કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ

કાનપુરઃ દેશમાં ચાલી રહેલા કોમી ટેન્શન છતાં ઉત્તર પ્રદેશના કાનપુરવાસીઓ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાનપુરવાસીઓ એક જગ્યાએ ‘અઝાન’ અને ‘આરતી’ કરીને શાંતિ અને ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાનપુરમાં શહેરની વચ્ચોવચ ટાટમિલ ચાર રસ્તા પાસે એક હનુમાન મંદિર અને એક મસ્જિદ આવેલી છે. આ બંને ધર્મ સ્થાનકોનું પ્રવેશદ્વાર એક જ છે, પણ ‘નમાજ’ અને ‘પ્રાર્થના’ એકબીજાના સમુદાયના સહકાર અને શાંતિથી થાય છે, એમ શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું. ‘આરતી’ અને ‘અજાન’ બંને સમુદાયોના સહકારથી સંપન્ન થાય છે અને અમે અહીં શાંતિથી રહીએ છીએ, એમ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું.

આ મસ્જિદમાં આવનારા ઓવૈસીએ કહ્યું હતું કે બંને સમુદાયોના લોકો અહીં એકતા અને ભાઈચારાથી રહે છે. હનુમાન મંદિર અને મસ્જિદનું પ્રવેશદ્વાર એક જ છે. અમે અહીં ત્રણથી ચાર વર્ષથી નમાજ અદા કરવા આવીએ છીએ, પણ બંને સમુદાયો વચ્ચે ક્યારેય કોઈ ખટરાગ નથી થયો અને અમે આપસમાં શાંતિથી રહીએ છીએ, એમ તેણે કહ્યું હતું.  

દેશમાં વિવિધ ભાગોમાં –મધ્ય પ્રદેશના ખારગાંવમાં તોફાન, દિલ્હીના જહાંગીરપુરી અને રાજસ્થાનના જોધપુરમાં પથ્થરમારા બનાવો બની રહ્યા છે તેમ જ છેલ્લા બે મહિનાથી બંને કોમ વચ્ચે ટકરાવની સ્થિતિ છે, તોફાનો થયાં છે અને તણાવ પ્રવર્તી રહ્યો છે, તેમ છતાં અહીં શાંતિ પ્રવર્તી રહી છે, એમ તેણે જણાવ્યું હતું.