જોધપુરમાં કોમી રમખાણને પગલે 10 વિસ્તારમાં કર્ફ્યૂ

જોધપુરઃ રાજસ્થાનના આ શહેરના જાલોરી ગેટ વિસ્તારમાં ગઈ કાલે રાતે કોમી અથડામણ ફાટી નીકળ્યા બાદ આજે વધારે વિસ્તારોમાં હિંસાના બનાવો બનતાં પોલીસે 10 વિસ્તારોમાં કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. કોમી હિંસામાં ચાર પોલીસજવાન સહિત 16 જણને ઈજા થઈ છે.

સ્વાતંત્ર્ય સેનાની બાલમુકુંદ બિસ્સાના પૂતળા પરના કેસરી ધ્વજને કોઈએ દૂર કરી દેતા અને એની જગ્યાએ લઘુમતી કોમનો ધ્વજ મૂકી દીધો હતો. એને કારણે બહુમતી અને લઘુમતી, બંને કોમનાં લોકો વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું. પથ્થરમારો થયો હતો અને રસ્તા પરના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી.