વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા વડા પ્રધાન મોદીઃ સર્વે

નવી દિલ્હીઃ વિશ્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા છે. વિશ્વના પસંદગીના નેતાઓની યાદીમાં આશરે 71 ટકા રેટિંગની સાથે તેમનું નામ સૌથી ઉપર છે. વિશ્વના 13 નેતાઓની યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનનું સ્થાન છઠ્ઠું છે અને તેમને 43 ટકા રેટિંગ મળ્યું છે. બાઇડન પછી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડોનું નામ છે, તેમને 43 ટકા રેટિંગ મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસનને 41 ટકા રેટિંગ મળ્યું છે, એમ મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સની યાદી કહે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર, 2021માં પણ વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચનું સ્તાન મળ્યું છે. એ વેબસાઇટ હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાંસ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા અને અમેરિકા સહિત અનેક નેતાઓ અને દેશના અગ્રણી નેતાઓના રેટિંગ પર નજર રાખે છે.

નવું સ્વીકૃત રેટિંગ 13થી 19 જાન્યુઆરી, 2022ની વચ્ચે એક કરવામાં આવેલા આંકડાને આધારે નક્કી કરવામાં આવ્યું છે. મોર્નિંગ કન્સલ્ટે વેબસાઇટ પર કહ્યું હતું કે રેટિંગ પ્રત્યેક દેશના સિનિયર નાગરિકોની સાત દિવસની સરેરાશ સર્વે પર આધારિત હોય છે. આ સર્વેમાં સામેલ લોકોની સંખ્યા પ્રત્યેક દેશ મુજબ અલગ-અલગ હોય છે.

મે, 2020માં આ વેબસાઇટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ રેટિંગ આપ્યું હતું. એ સમયે તેમને 84 ટકા રેટિંગ આપવામાં આવ્યું હતું, જે એક વર્ષ પછી મે, 2021માં ઘટીને 63 ટકા રહી ગયું છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]