મુંબઈઃ દેશમાં પૂર્વ તરફના મોસમી વરસાદનું આગમન ઢીલમાં પડ્યું છે. હજી સુધી કેરળ રાજ્યમાં ચોમાસું બેઠું નથી. ત્યાં ચોમાસાના વરસાદનું આગમન હજી ચાર-પાંચ દિવસ મોડું થશે, એવી જાણકારી ભારતીય હવામાન વિભાગે આપી છે.
અગાઉ ભારતીય વેધશાળાની આગાહી હતી કે કેરળમાં 4 જૂને ચોમાસું બેસી જશે. પરંતુ એમ થયું નથી. ચોમાસું લંબાઈ ગયું છે. ત્યાં હજી ચારેક દિવસ સુધી વરસાદ શરૂ થવાની શક્યતા નથી. આને કારણે મુંબઈ, મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં આ વખતે નૈઋત્ય ખૂણેથી મેઘરાજાનું આગમન લંબાશે.
