કાબુલઃ અફઘાનિસ્તાનમાં સ્થિતિ બગડવાની સાથે અન્ય દેશોના લોકોની સાથે ભારતીય દૂતાવાસના કર્મચારીઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસમાં તહેનાત ITBP (ઇન્ડો તિબેટિન બોર્ડર પોલીસ)ના જવાનો સ્નીફર ડોગ સાથે મંગળવારે કાબુલથી ભારતથી પરત ફર્યા છે. કાબુલથી ભારતીય અધિકારી મંગળવારે ગુજરાતના જામનગર પહોંચ્યા હતા, જ્યાંથી તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. કાબુલથી પરત પરનારાઓમાં ITBPના કમાન્ડો અને ત્રણ સ્નીફર ડોગ પણ સામેલ છે. બધા તાલિબાનના કબજાવાળા અફઘાનિસ્તાનથી મંગળવારે હિંડન IAF પર ઊતર્યા છે.
આ જવાનોને પરત ફર્યા પછી એક સપ્તાહ માટે હોમ ક્વોરોન્ટિન કરવામાં આવ્યા છે. કમાન્ડોની સાથે ખાનગી હથિયાર અને સામાન પણ પરત લઈને આવ્યા છે. જવાનોના દિલ્હી પહોંચ્યા પછી ITBPના પ્રવક્તા વિવેક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ચાર વેપારી દૂતાવાસો અને ડિપ્લોમેટની સુરક્ષા માટે તહેનાત આપણી ટુકડી પરત આવી ગઈ છે. કમાન્ડો તેમની સાથે હથિયાર, બુલેટ પ્રૂફ જેક્ટ, હેલ્મેટ, કોમ્યુનિકેશન ડિવાઇસ, ગોળા બારુદ અને ત્રણ સ્નીફર ડોગ પોતાની સાથે લાવ્યા છે.
અફઘાનિસ્તાનમાં ભારતીય એમ્બેસેડર રુન્દ્રેદ્ર ટંડનના જણાવ્યા મુજબ 99 ITBP કમાન્ડો અને 21 નાગરિકો સહિત 30 રાજનેતા ઇન્ડિયન એર ફોર્સના સી-17 ગ્લોબમાસ્ટર વિમાનથી ભારત પરત ફર્યા છે. તેઓ બધા કાબુલના હામિદ કરજાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી હતી. તેમણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી 21 નાગરિકોમાં ચાર પત્રકારો છે.
