નવી દિલ્હીઃકેન્દ્ર સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરવાવાળાને નારાજ કર્યા હતા. નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક (એપ્રિલ-જૂન) ગાળા માટે આ યોજનાઓ પર મળતા વ્યાજદરને ઘટાડી દીધું છે. આ કાપ 0.70 ટકાથી માંડીને 1.4 ટકા સુધીનો કર્યો છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર વ્યાજદરમાં 0.8 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે, જ્યારે પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ) પર મળતા વ્યાજદરમાં 1.4 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છએ. સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં 0.8 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.
બધી લોકપ્રિય યોજનાઓમાં વ્યાજદર ઘટ્યા
નવા દરોની જાહેરાત પછી PPF પર હવે 7.1 ટકાના દરે વ્યાજ મળશે, જ્યારે પહેલાં એ 7.9 ટકા હતો. બીજી બાજુ નેશનલ સેવિંગ્સ સ્કીમ્સ (NSC)માં હવે 6.8 ટકાના દરે વ્યાજ મળશે. જ્યારે પહેલાં આના પર 7.9 ટકાના દરે વ્યાજ મળતું હતું. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં હવે 7.6 ટકાના દરે વ્યાજ મળશે, જે પહેલાં 8.4 ટકા હતું.
ફિક્સ્ડ ઇનકમ પર રહેવાવાળાને આંચકો
ફિક્સ્ડ ઇનકમ પર રહેતા લોકો- ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટે આ એક આંચકાથી ઓછું નથી, જે આવક નિયમિત સ્રોતના રૂપે વ્યાજમાં મળતી આવક પર નિર્ભર હોય- તેમને માટે આ એક આંચકાદાયક બાબત છે. બેન્કોએ પણ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં કાપ મૂક્યો છે. સ્ટેટ બેન્કે એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ઓગસ્ટ, 2004 પછી પહેલી વાર છ ટકાથી નીચા વ્યાજદર કર્યા છે.
સ્મોલ સેવિંગ્સ યોજનાઓ પર મળતા વ્યાજ દર
નવા વ્યાજદરોની જાહેરાત પછી એક વર્ષના પોસ્ટ ઓફિસ FD પર 5.5 ટકાનું વ્યાજ મળશે. પાંચ વર્ષની FD પર 6.7 ટકા વ્યાજ મળશે. એવાતનું ધ્યાન રાખો કે પાંચ વર્ષના સમયગાળાની ડિપોઝિટ પર આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ ટેક્સ રાહતનો લાભ મળે છે.
સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં કેવી રીતે વ્યાજદર નક્કી થાય છે
સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં વ્યાજદર દરેક ત્રિમાસિક ગાળાએ સરકાર દ્વારા નક્કી થાય છે. સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદર નક્કી કરવા માટેની ફોર્મ્યુલા શ્યામલા કમિટીએ નક્કી કરી હતી. આ સમિતિએ સૂચન કર્યું હતું કે વિવિધ યોજનાઓ પર વ્યાજદર સમાન પરિપક્વતા સમયગાળા સરકારી બોન્ડના યિલ્ડથી 0.25 ટકા-1 ટકા વધ હોવું જોઈએ.