કોબ્રા આઠ વર્ષના કિશોરને કરડ્યો તો સાપ મરી ગયો

રાયપુરઃ આજ સુધી તમે સાપ કરડવાથી માણસનું મોત તો સાંભળ્યું હશે, પણ શું તમે ક્યારેય કોઈ વ્યક્તિના કરડવાથી સાપના મોત વિશે સાંભળ્યું છે? આ ઘટના છત્તીસગઢના જશપુર જિલ્લાના પંડરપાડમાં બની છે. આ સ્થળ રાયપુરથી 350 કિમી દૂર છે. દીપક નામના એક કિશોરના હાથમાં સાપ વીંટળાઈ જતાં તે સાપને કરડ્યો ((બચકાં) હતો. જેથી સાપ મરી ગયો હતો.

આ ઘટના સોમવારની છે, જ્યારે દીપક ઘરના પાછલા હિસ્સામાં રમી રહ્યો હતો. ત્યારે અચાનક એક સાપે તેના પર હુમલો કરી દીધો હતો. સ્વસ્થ થયા પછી આઠ વર્ષના દીપકે જણાવ્યું હતું કે ઝેરી કોબ્રાએ પહેલાં એને કરડ્યો હતો અને પછી એ તેના હાથમાં વીંટળાઈ ગયો હતો.

ઝેરીલા કોબ્રાના હુમલા પછી દીપકને બહુ દર્દ થયું હતું. દીપકે સાપને હાથમાંથી કાઢવાના પ્રયાસ કર્યા હતા, પણ એમાં કોઈ હલચલ ના થઈ. આવું ત્યારે જ થાય છે, જ્યારે એ કિશોર એ સાપને બચકાં ભરે છે અને તે એવું બે વાર કરે છે. દીપકના જણાવ્યા મુજબ આ બધું પલક ઝપકતાં જ થઈ ગયું.

તેણે કહ્યું હતું કે સાપ મારા હાથમાં વીંટળાઈ ગયો હતો અને અને મને કરડ્યો હતો, એ વખતે મને બહુ દુખાવો થયો હતો, જેથી મેં એનાથી છુટકારો મેળવવાના પ્રયાસ કર્યા હતા અને મેં એ વખતે હું તેને કરડ્યો (બચકાં) હતો. આ હુમલા પછી ઘરવાળા દીપકને હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરોએ દીપકની તાત્કાલિક સારવાર કરી હતી, પણ હોસ્પિટલમાંથી રજા આપતાં પહેલાં તેને એક દિવસ દેખરેખમાં રાખવામાં આવ્યો હતો.