બ્રેઇન-ડેડ 13 વર્ષની માસૂમે ચાર-લોકોને નવી જિંદગી બક્ષી

ચંડીગઢઃ શહેરની 13 વર્ષીય એક કિશોરીનાં અંગોથી ચંડીગઢ અને મુંબઈમાં ચાર રોગીઓને નવું જીવન મળ્યું છે. એ કિશોરીને સેરેબ્રલ ઓડેમાની બીમારીને કારણે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી, એમ હોસ્પિટલે કહ્યું હતું. આઠ જુલાઈએ ચંડગઢની યુવતીને સેરેબ્રલ ઓડેમાને કારણે બેભાન થઈ હતી અને તેને સેક્ટર 16ની સરકારી મલ્ટિ સ્પેશિયલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે તેની હાલત બગડતાં તેને પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં લઈ જવામાં આવી હતી, પરંતુ પછીના દિવસે તેની હાલત વધુ કથળી હતી. બધા પ્રયાસ છતાં તેને બચાવી નહીં શકાઈ, કેમ કે જીવન અને મૃત્યુ વચ્ચેના 10 દિવસના જંગ પછી તે હારી ગઈ હતી.

એ પછી તેને 18 જુલાઈએ તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી, એમ PGIMERએ કહ્યું હતું. જેથી PGIMERમાં ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટરોએ પિતાને અંગદાન કરવા વિનંતી કરી હતી. જેમાં પિતાએ ભારે હૈયે સહમતી આપી હતી. PGIMERએમાં એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ પ્રોફેસર અશોકકુમારે જણાવ્યું હતું પરિવારની  સહમતી પછી તેનાં હ્દય, લિવર, કિડની અને કોર્નિયાને સુરક્ષિત કાઢવામાં આવ્યાં.

બધાં અંગોને સુરક્ષિત કાઢવામાં આવ્યા પછી PGIMERએ ચંડીગઢના એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવીને અંગોને વિમાનથી મુંબઈ મોકલવામાં આવ્યાં. કુમારે જણાવ્યું હતું કે બાકીનાં અંગોને અહીં PGIMERએ ચંડીગઢના રોગીઓમાં પ્રત્યારોપિત કરી દીધા હતાં.