બેન્કે ડેબિટ કાર્ડના ઉપયોગ પર વાર્ષિક ફીમાં વધારો કર્યો

નવી દિલ્હીઃ ડેબિટ કાર્ડનો વપરાશ કરવા પર, રિપ્લેસમેન્ટ કરવા અને SMS એલર્ટની ફીને રિવાઇસ કરવામાં આવી છે. કેનેરા બેન્કે આ સેવાઓ માટે ફીસમાં ફેરફાર કર્યો છે. આ બદલાયેલા દરો 13 ફેબ્રુઆરી, 2023થી લાગુ થશે. બેન્કે કાર્ડ રિપ્લેસ કરવાની ફી બે ગણી કરી છે, જ્યારે બેન્ક બિઝનેસ કેટેગરીના ડેબિટ કાર્ડને રિપ્લેસ કરવા પર રૂ. 300ની ફી લાગશે.

કેનેરા બેન્કે ડેબિટ કાર્ડના ઉપયોગ પર વાર્ષિક ફીમાં વધારો કર્યો છે. બેન્ક હવે ક્લાસિક કાર્ડના વપરાશ પર અત્યાર સુધી રૂ. 150 લેતી હતી, જે વધારીને રૂ. 200 કરવામાં આવ્યા છે. આ રીતે પ્લેટિનમ કાર્ડની ફી રૂ. 250થી વધારીને રૂ. 500 કરી દીધા છે, જ્યારે બિઝનેસ કાર્ડની વાર્ષિક ફી રૂ. 300થી વધારીને રૂ. 500 કરી દેવામાં આવ્યા છે.

કેનેરા બેન્કે ડેબિટ કાર્ડ રિપ્લેસમેન્ટ કરવા પર ફી લાગુ કરી દીધી છે, બેન્ક અનુસાર 13 ફેબ્રુઆરીથી ક્લાસિક અથવા સ્ટેન્ડર્ડ કેટેગરીનાં ડેબિટ કાર્ડને રિપ્લેસ કરવા પર ગ્રાહકને રૂ. 150 આપવા પડશે. આ પહેલાં એના પર કોઈ ફી લાગુ નહોતી થતી. બેન્કે પ્લેટિનમ બિઝનેસ અને સિલેક્ટ કેટેગરીનાં ડેબિટ કાર્ડ રિપ્લેસમેન્ટ ફીસ રૂ. 50થી વધારીને રૂ. 150 કરી દીધી છે.

કેનેરા બેન્કના ડેબિટ કાર્ડને ઇનએક્ટિવ (નિષ્ક્રિય) કરાવવા માટે પણ ચાર્જ આપવાનો રહેશે બેન્કે એ ચાર્જ રૂ. 300 લાગુ કર્યો છે. જે માત્ર બિઝનેસ ડેબિટ કાર્ડ પર લાગુ થશે. બાકી શ્રેણીનાં કાર્ડ નિષ્ક્રિય કરાવવા પર કોઈ ચાર્જ નહીં થાય. બેન્કે SMS અલર્ટ પર રૂ. 15 ફી રાખી છે.