હૈદરાબાદઃ 119-બેઠકોવાળી તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં આજે મતગણતરી અને પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક ટ્રેન્ડ અનુસાર, વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી 27 બેઠકો પર આગળ હતી.
શાસક ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીના વડા અને મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, પણ બંનેમાં તે પાછળ હોવાનું માલુમ પડ્યું છે. આ બે બેઠક છે – કામારેડ્ડી અને ગજવેલ.
AIMIM પાર્ટીના નેતા અકબરુદ્દીન ઓવૈસી ચંદ્રાયનગુટ્ટા બેઠક પર સરસાઈમાં હતા.
તેલંગણામાં 30 નવેમ્બરે એક જ ચરણમાં મતદાન યોજવામાં આવ્યું હતું. મતદાનની ટકાવારી 70.60 ટકા હતી.
