શ્રી શ્રી રવિશંકરને સૂરીનામનો  સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

બેંગલુરુઃ આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપક શ્રી શ્રી રવિશંકરનું દક્ષિણ અમેરિકાના રાષ્ટ્ર સુરીનામના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર – ગ્રેન્ડ ગોર્ડન દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે. યેલો સ્ટારની આ માનદ્દ પદવી પ્રાપ્ત કરનાર રવિશંકર પહેલા એશિયાવાસી છે. રવિશંકરે હાથ ધરેલા માનવતાવાદી કાર્યો બદલ સૂરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ એમનું આ સમ્માન કર્યું છે. સામાન્ય રીતે આ એવોર્ડ કોઈ દેશના વડાને અપાય છે, પરંતુ આ પહેલી જ વાર તે કોઈ આધ્યાત્મિક ગુરુને આપવામાં આવ્યો છે. 

એવોર્ડ સમારંભ પ્રમુખના મહેલમાં યોજાયો હતો. એ વખતે ભારતીય રાજદૂત ડો. શંકર ભાલચંદ્રન પણ ઉપસ્થિત રહ્યા હતા.

રવિશંકરે એક ટ્વીટમાં કહ્યું કે આ એવોર્ડ માટેનો શ્રેય હું એ શિક્ષકો અને સ્વયંસેવકોને આપું છું જેઓ આ દેશમાં સરાહનીય સેવા બજાવી રહ્યાં છે. આ સમ્માન બદલ હું પ્રમુખ સંતોખી તથા જજીસનો આભાર માનું છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]