ત્રણેય કૃષિ-કાયદાના અમલ સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરી દીધેલા, પણ વિવાદાસ્પદ બનેલા ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ સામે સુપ્રીમ કોર્ટે આજે સ્ટે ઓર્ડર આપી દીધો છે. પોતે વધુ ઓર્ડર ન આપે ત્યાં સુધી આ કાયદાઓના અમલ પર મનાઈહૂકમ લાગુ રહેશે, એમ પણ તેણે કહ્યું છે. આ કાયદાઓ સામેના વિરોધમાં ખેડૂતો છેલ્લા 48 દિવસોથી દિલ્હીના સીમાંત વિસ્તારોમાં શાંત આંદોલન-ધરણા પર બેઠા છે.

દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેની આગેવાની હેઠળની બેન્ચે એ વાતની નોંધ લીધી છે કે કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે મંત્રણાના અનેક દોર યોજ્યા, પણ એનું કોઈ પરિણામ આવી શક્યું નથી. આજની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ખેડૂતો અચોક્કસ મુદત સુધી વિરોધ પર બેસી ન શકે. આજે પોતાનો નિર્ણય જાહેર કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ મામલે એક સમિતિની નિમણૂક કરે છે. આ સમિતિમાં કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, અનિલ ઘાનવંત, એચ.એસ. માન અને પ્રમોદ જોશીનો સમાવેશ કર્યો છે. આ સમિતિના સભ્યો આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર સાથે મંત્રણા કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]