નવી દિલ્હીઃ દિલ્હી તથા NCR વિસ્તારોમાં આજે બપોરે ધરતીકંપના તીવ્ર આંચકા આવ્યા હતા. એને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં હોવાનું માલૂમ પડ્યું હતું.
શરૂઆતના અહેવાલો અનુસાર, આ આંચકા બપોરે લગભગ 2.30 વાગ્યે લાગ્યા હતા. એની અસર ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂન તથા પીઠોરાગઢ અને અલમોડા સહિત અન્ય જિલ્લાઓમાં પણ લાગ્યા હતા.
