ઈન્દોર- મધ્યપ્રદેશના ઈન્દોરમાં આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ભૈયુજી મહારાજે પોતાના નિવાસસ્થાન પર જ પોતાને ગોળી મારી દીધી હતી. ભૈયુજી મહારાજને સારવાર માટે ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ સરકારે પ્રદેશમાં જે પાંચ સંતોને રાજ્યપ્રધાનનો દરજ્જો આપ્યો હતો તેમાંથી એક ભૈયુજી મહારાજ પણ હતા, જો કે ભૈયુજી મહારાજે આ ઓફરને નકારી કાઢી હતી.ભૈયુજી મહારાજના રાજકીય નેતાઓ સાથે પણ સારા સંબંધો હતા. તેમની ગણના દિગ્ગજ વ્યક્તિઓમાં કરવામાં આવતી હતી. ભૈયુજી મહારાજનું સાચું નામ ઉદયસિંહ દેશમુખ હતું. તેમના પિતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કદ્દાવર નેતા રહ્યા છે. ભૈયુજી મહારાજનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા અન્ના હજારેને મનાવવા UPA સરકારે તેમનો સંપર્ક કર્યો હતો.
સ્યુસાઈડ નોટ