હવાઈ દળે પૂરગ્રસ્ત સિક્કીમમાં ફસાયેલા 176 જણને ઉગારી લીધાં

ગેંગટોકઃ ભારતીય હવાઈ દળે સિક્કીમ રાજ્યમાં આવેલા પૂરને કારણે ફસાઈ ગયેલાં 176 નાગરિકોને બચાવી લીધાં છે. આમાં 16 વિદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે. હવાઈ દળે આ પૂરગ્રસ્ત રાજ્યમાં 9,400 કિલોગ્રામ રાહત સામગ્રીઓને ઉતારી છે.

(તસવીર સૌજન્યઃ @EAC_IAF)

અંતરિયાળ વિસ્તારોમાં ફસાઈ ગયેલા લોકોને ઉગારવા અને આવશ્યક ચીજવસ્તુઓના પેકેટ્સને ડ્રોપ કરવા જેવી રાહત કામગીરી હાથ ધરવા માટે હવાઈ દળે તેના Mi-17 V5, CH-47 ચિનૂક્સ અને ચીતાહ હેલિકોપ્ટરોને સેવામાં ઉતાર્યા છે. ભયાનક પૂરને કારણે સિક્કીમમાં અનેક રસ્તા, ફૂટઓવરબ્રિજ તથા અન્ય પાયાગત સુવિધાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તેથી હવાઈ દળ મદદે આવ્યું છે.