પટનાઃ હાઇકોર્ટથી બિહારની નીતીશકુમારને મોટો આંચકો લાગ્યો છે. હાઇકોર્ટે બિહારમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં દાખલામાં જાતિ આધારિત અનામતને 65 ટકા કરવાવાળો કાયદો રદ કરી દીધો છે. બિહાર સરકારે જાતિ આધારિત જનગણતરી કરાવી હતી અને એ પછી OBC, EBC, દલિત અને આદિવાસીઓ માટે અનામત વધારીને 65 ટકા કરી હતી. હવે પટના હાઇકોર્ટે એ કાયદાને રદ કરી દીધો છે.
આ કેસમાં ગૌરવકુમાર અને અન્ય દ્વારા દાખલ અરજીમાં હાઇકોર્ટમાં સુનાવણી કરી હતી. હાઇકોર્ટે સુનાવણી કરીને ચુકાદો 11 માર્ચ, 2024એ સુરક્ષિત કરી લીધો હતો, જેથી આ ચુકાદો આજે આપ્યો હતો. ચીફ જસ્ટિસ કેવી ચંદ્રનની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારે આ અનામત આ વર્ગોને પર્યાપ્ત પ્રતિનિધિત્વ નહીં થવાને કારણે આપ્યું હતું. રાજ્ય સરકારે આ અનામત આનુષંગિક ધોરણે નહોતું આપ્યું.
રાજ્ય સરકારે આ અરજીઓમાં નવ નવેમ્બર, 2023એ પસાર કરેલા કાયદાને પડકાર આપ્યો હતો. એમાં SC, ST, EBC અને અન્ય પછાત વર્ગોને 65 ટકા અનામત આપ્યું હતું, જ્યારે સામાન્ય શ્રેણીના વર્ગ માટે માત્ર 35 ટકા જ પદો પર સરકારી સર્વિસ આપી શકાતી હતી.
બિહારમાં 65 ટકા અનામત કરી દેવામાં આવ્યું હતું, ત્યાર બાદ 10 ટકા અનામત આર્થિક રીતે પછાત લોકોને મળતું હતું. આમ બિહારમાં નોકરી અને દાખલાનો ક્વોટા વધારીને 75 ટકા સુધી પહોંચી ચૂક્યું હતું. ત્યારે બાદ યુથ ફોર ઇક્વાલિટી નામના સંગઠને હાઇકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો અને એના પર સુનાવણી શરૂ થઈ હતી.